ગર્ભવતી મહિલાઓએ તુલસીની ચા પીવાથી બચવું જોઈએ. તેમાં એવા કેટલાક તત્વો હોય છે. જે ગર્ભાવસ્થામાં સમસ્યા ઉભી કરી શકે છે.
જે મહિલાઓ નાના બાળકોને સ્તનપાન કરાવી રહી છે. તેમણે પણ તુલસીની ચાથી દૂર રહેવું જોઈએ. તે માના દૂધની ગુણવત્તાને અસર કરી શકે છે.
તુલસીની ચામાં શુગરને કંટ્રોલ કરવાની ક્ષમતા હોય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ કે જે દવાઓ લઈ રહ્યા છે. તેમણે તુલસીની ચાનું સેવન ન કરવું જોઈએ.
જો કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તેણે તુલસીની ચા પીવાથી બચવું જોઈએ.
કેટલાક લોકોને એલર્જી હોય છે. જેમ કે ખંજવાળ, શ્વાસની તકલીફ તો તેમણે પણ તુલસીની ચાનું સેવન ન કરવું જોઈએ.
જે લોકોમાં હોર્મોન્સ સંતુલનની સમસ્યા છે. તેમણે તુલસીની ચા પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.