બદલાતી ઋતુમાં માણસોને ખાંસી, શરદી અને કફની સમસ્યા થવી ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ગળામાં લાળ જમા થવાની આ સમસ્યા લાંબા સમય સુધી રહી શકે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે ગળામાં લાળ કેમ જમા થાય છે?
શરદી, ફ્લૂ અને સાઇનસાઇટિસ જેવી શ્વાસ સંબંધી સમસ્યાના કારણે ગળામાં વધુ કફ ઉત્પન્ન થાય છે. આ સિવાય કફની સમસ્યા પણ આહાર પર આધારિત છે.
જો તમે તમારા આહારમાં ફેરફાર કરો છો, તો ગળામાં ઓછો કફ થશે. આ સાથે શરીરને અન્ય ઘણી સમસ્યાઓથી પણ બચાવી શકાય છે. ચાલો જાણીએ કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
જો તમને ગળામા કફની સમસ્યા હોય તો તમારા રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ ન કરો. દહીં લાળનું ઉત્પાદન વધારવાનું કામ કરે છે, જેના કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
કફની સમસ્યાના કિસ્સામાં, વ્યક્તિએ તળેલો ખોરાક ન ખાવો જોઈએ. આ કારણે, કફનું ઉત્પાદન અનેક ગણું વધી જાય છે. શરદી, ઉધરસ કે ફલૂની સમસ્યાને દૂર કરવા માટે તળેલો ખોરાક ન ખાવો.
કફની સમસ્યાનો સામનો કરતા લોકોએ ખાટા ફળ ન ખાવા જોઈએ. ખાટા ફળો ખાવાથી ગળાની સમસ્યા અનેક ગણી વધી જાય છે.
કફની સમસ્યાથી બચવા માટે તમારે કોફી જેવી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. આ કફના ઉત્પાદનમાં વધારો કરી શકે છે.
જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો, અને આવી વધુ સ્ટોરી વાંચવા માટે ગુજરાતી જાગરણ પર ક્લિક કરો.