ઓફિસમાં નિંદર આવે ત્યારે શું કરવું?


By Dimpal Goyal10, Nov 2025 04:39 PMgujaratijagran.com

નિંદર

દિવસના મધ્યે આંખો બંધ થવા લાગે? તમે એકલા નથી! ઘણાને ઓફિસ કામ કરતા સમયે નિંદર આવે છે, તો ચાલો જાણીએ કેવી રીતે નંદર સામે લડી શકાય.

કોફી કે ચા પીવો

એક કપ કોફી કે ચા તરત જ ચેતનાવસ્થા આપે છે. પણ વધારે ન પીવું નહીં તો પછી થાક વધુ લાગે.

વોક કરવાનું રાખો

ડેસ્ક પરથી ઊઠીને 5-10 મિનિટ ચાલો. બ્લડ સર્ક્યુલેશન વધે, અને દિમાગ તરોતાજા બને.

પાણી પીતા રહો

ડિહાઇડ્રેશન પણ થાકનું કારણ બને છે. પાણીનો ગ્લાસ હાથમાં રાખો, દર કલાકે થોડું પીતા રહો.

પ્રોપર હવામાનમાં બેસો

ઘેરી લાઇટ કે બંધ રૂમ પણ નિંદર લાવે છે. કુદરતી પ્રકાશ કે ફ્રેશ હવા લો, તેનાથી એનર્જી લેવલ વધી જાય.

મગજને ચેલેન્જ આપો

સરળ કામ કરતા થાક લાગે છે? કંઈ નવું કરો, ટીમ સાથે ચર્ચા કરો કે નાની પઝલ સોલ્વ કરો.

હેલ્ધી નાસ્તો ખાવો

ફળ, દહીં કે નટ્સ ખાવ તેનાથી એનર્જી પણ મળશે અને મગજ પણ તાજું રહેશે.

પુરતી ઊંઘ જરૂરી

રાત્રે 7–8 કલાકની ઊંઘ લો. જો ઊંઘ પૂરી નહિ થાય, તો દિવસમાં કેટલું પણ કરો ,નિંદર તો આવશે જ.

વાંચતા રહો

અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હિના ખાનના આ ગ્લેમરસ લુક્સ જરુર ટ્રાય કરો