શિયાળામાં દરરોજ કિવી ખાવાથી તમને અનેક પ્રકારના હેલ્ધ બેનિફિટ મળી શકે છે. આ ફળ અનેક પ્રકારની ગંભીર બીમારીઓથી બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
જે લોકોને ડેન્ગ્યુ હોય, તેમણે કિવીનું સેવન કરવું જોઈએ. કિવીમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ્સ શરીરમાં પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે.
કિવીમાં વિટામિન C પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે. આ સાથે જ કિવી ખાવાથી ઈમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે.
કિવી ફાઈબરથી ભરપુર ફળ છે. જેનાથી પેટ સબંધિત સમસ્યા જેવી કે, કબજિયાત, ગેસ અને અપચામાં રાહત મળે છે.
કિવીનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. જેના કારણે કિવી ખાવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આથી બની શકે તો, દરરોજ 1-2 કિવી ખાવું ફાયદેમંદ નીવડે છે.
કિવીમાં સેરેટોનિન હોય છે, જેનાથી તણાવ ઘટે છે અને તમે રિલેક્સ અનુભવો છો. આ સાથે જ કિવીનું સેવન કરવાથી ગાઢ ઊંઘ આવે છે.
કિવીમાં પોટેશિયમ હોવાના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. જેનાથી હાર્ટ સબંધિત બીમારીઓ તમારાથી દૂર રહે છે અને હાર્ટ એટેકની શક્યતા પણ ઘટી જાય છે.
કિવીમાં રહેલ વિટામિન E અને એન્ટી ઓક્સિડેન્ટ સ્કિનને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. આ સાથે જ ચહેરા પરથી ખીલ અને કાળા ડાઘ-ધબ્બા દૂર થાય છે.