Side Effects Peanuts: મગફળી ખાધા પછી તરત પાણી પાવાની આડઅસરો


By Vanraj Dabhi16, Dec 2024 05:09 PMgujaratijagran.com

મગફળીનું સેવન

શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે મગફળી ખાતા હોય છે, પરંતુ ઘણા લોકો મગફળી ખાધા પછી પાણી પીવે છે. આવું કરવું યોગ્ય છે કે નહીં! ચાલો જાણીએ.

ગળામાં ખરાશની સમસ્યા

જો તમે મગફળી ખાધા પછી પાણી પીવો છો, તો બળતરા અને ગળામાં ખરાશની સમસ્યા થઈ શકે છે.

પાચન પર નકારાત્મક અસર

મગફળીમાં ફેટ અને પ્રોટીન મોટી માત્રામાં હોય છે. તેથી પાણી પીવાથી પાચન તંત્ર પર દબાણ વધી શકે છે અને પાચન પ્રક્રિયા ધીમી પડી શકે છે.

પેટ સંબંધિત સમસ્યાઓ

મગફળી ખાધા પછી તરત જ પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું થઈ શકે છે.

શરીરના તાપમાનમાં ફેરફાર

મગફળીની તાસીર ગરમ હોય છે. જો કોઈ વ્યક્તિ પાણીનું સેવન કરે છે તો શરીરનું તાપમાન અસંતુલિત થઈ શકે છે.

કફનું જોખમ

મગફળી અને પાણીનું એકસાથે સેવન કરવાથી શરદી કે ઉધરસ જેવી બીમારીઓ થઈ શકે છે જેનાથી કફમાં વધારો થઈ શકે છે.

ગરમ પાણી પીવો

શિયાળામાં, ઠંડા પાણીને બદલે હુંફાળા પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે, આ પાચન પ્રક્રિયાને મજબૂત બનાવે છે.

પાણી ક્યારે પીવું?

મગફળી ખાધા પછી ઓછામાં ઓછા 30 મિનિટ પછી પાણી પીવું જોઈએ. આમ કરવાથી શરીર પર કોઈ આડઅસરો થતી નથી.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધીત આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Benefits Of Nutmeg: જાયફળ ખાવાના જાદુઈ ફાયદા જાણી લ્યો