Health Benefits: શેકેલું જીરું અને કાળું મીઠું એકસાથે ખાવાથી શું થાય છે? જાણો નિ


By Vanraj Dabhi17, Jan 2025 05:30 PMgujaratijagran.com

શેકેલું જીરું અને કાળું મીઠું

શેકેલ જીરું અને કાળા મીઠાને એકસાથે ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળે છે. આવો જાણીએ નિષ્ણાત પાસેથી.

પોષક તત્વો

શેકેલ જીરું ઝીંક, આયર્ન, કોપર, વિટામીન B, C, E અને K જેવા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય કાળા મીઠામાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે.

નિષ્ણાત અભિપ્રાય

ચાલો જાણીએ ડાયેટિશિયન સનાહ ગિલ પાસેથી આ બનેનું એકસાથે સેવન કરવાથી શું ફાયદા મળે છે.

કેવી રીતે સેવન કરવું?

શેકેલ જીરાને કાળું મીઠું મિક્સ કરીને હૂંફાળા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. તમે શેકેલું જીરુંના પાવડરને પીણા, દહીં કે સલાડમાં ઉમેરીને ખાઈ શકો છો. આ ઉપરાંત તમે કાળું મીઠું, જીરું અને લીંબુનો રસ મિક્સ કરીને સેવન કરી શકો છો.

પેટના દુખાવામાં ફાયદાકારક છે

શેકેલા જીરામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. આવી સ્થિતિમાં, શેકેલું જીરું, કાળું મીઠું અને લીંબુનો રસ પાવડર લેવાથી પેટમાં દુખાવો, ખેંચાણ, અપચો, ગેસ અને એસિડિટી જેવી પાચન સમસ્યાઓમાં રાહત મળે છે.

એનિમિયા દૂર કરે છે

શેકેલા જીરા અને કાળા મીઠામાં સારી માત્રામાં આયર્ન હોય છે. આને હૂંફાળા પાણી સાથે લેવાથી લાલ રક્તકણો વધે છે અને એનિમિયા દૂર થાય છે.

વજન ઘટાડે

શેકેલું જીરું, કાળું મીઠું અને લીંબુના પાવડરમાં ફાઈબર હોય છે. તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

ત્વચા માટે ફાયદાકારક

શેકેલા જીરામાં વિટામિન સી હોય છે. તેને ખાવાથી ત્વચા સ્વસ્થ રહે છે અને ત્વચામાં સુધારો થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

શેકેલા જીરા અને કાળા મીઠામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. આને એકસાથે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને રોગોથી બચવામાં મદદ મળે છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Morning Walk કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, ઝડપથી ઘટશે વજન