Indoor Walking: ઘરમાં જ 10 હજાર સ્ટેપ્સ ચાલવાથી શું થાય?


By Sanket M Parekh21, Oct 2024 03:34 PMgujaratijagran.com

મૉર્નિંગ વૉક મુશ્કેલ

આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે મૉર્નિંગ વૉક માટે ઘણી વખત સમય કાઢવો મુશ્કેલ થઈ પડે છે.

ઘરમાં ચાલવું

જો તમે મૉર્નિંગ વૉક નથી કરી શકતા, તો એવામાં મૉર્નિંગ વૉકની જગ્યાએ તમે ઘરમાં ચાલો તો પણ ફાયદેમંદ નીવડી શકે છે.

વેટ લૉસ

ઘરમાં જ 10 હજાર સ્ટેપ્સ ચાલવાથી વજન ઘટાડવામાં તમને મદદ મળશે. આમ કરવાથી તમે મહિનામાં 1-2 કિલો વજન ઉતારી શકો છો.

ગાઢ ઊંઘ આવે

જો તમે ઊંઘની સમસ્યાથી પરેશાન હોવ, તો એવામાં તમારે ઘરમાં જ દરરોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવું જોઈએ. જેનાથી તમને રાહત મળશે અને ગાઢ ઊંઘ આવશે.

સ્ટ્રેસથી છુટકારો

જો તમે દરરોજ ઘરમાં 10 હજાર સ્ટેપ્સ ચાલો છો, તો તેનાથી સ્ટ્રેસ, એંગ્ઝાઈટી અને ડિપ્રેશન જેવી સમસ્યામાંથી મહદઅંશે મુક્તિ મેળવી શકો છો.

બ્લડ પ્રેશર કંટ્રોલ

જે લોકો દરરોજ ઘરમાં 10 હજાર સ્ટેપ્સ ચાલે છે, તેમને બ્લડ પ્રેશર અને ડાયાબિટીશ જેવી બીમારીઓનો ખતરો ઓછી થઈ જાય છે.

હાર્ટ એટેકનો ખતરો ટળે

જો તમે ઘરમાં જ 10 હજાર સ્ટેપ્સ ચાલો છો, તો તેનાથી હાર્ટ સબંધિત બીમારીઓનો ખતરો ઘટી જાય છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો પણ ટળે છે.

ઘઉંની રોટલી ખાવાથી થાય છે આ 5 ફાયદા