સૂતા પહેલા પગને 10 મિનિટ પાણીમાં પલાળી રાખો, આ ફાયદા થશે


By Kajal Chauhan08, Jan 2025 02:29 PMgujaratijagran.com

દર્દથી રાહત

સુતા પહેલા પગને 10 મિનિટ પાણીમાં પલાળી રાખવાથી માંસપેશીઓને આરામ મળે છે સાથે જ દર્દમાંથી રાહત મળે છે.

લોહી પરિભ્રમણ

લોહી પરિભ્રમણ ધીમું થવાને કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારા પગને પાણીમાં પલાળીને રાખવાથી લોહીના પરિભ્રમણને સુધારવામાં મદદ મળે છે.

પગમાં નરમાશ

પગને કોમળ અને નરમ રાખવા માટે તેને 10 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખવા જોઈએ.

પગની સફાઈ

સુતા પહેલા પગને 10 મિનિટ પાણીમાં રાખવાથી પગના પંજા અને નખમાં જમા થયેલી ગંદકી સાફ થઈ જાય છે.

સારી ઉંઘ

સારી ઉંઘ માટે રોજ 10 મિનિટ સુધી પગને પાણીમાં પલાળીને રાખવા જોઈએ, જેનાથી તણાવ અને થાકમાંથી મુક્તિ મળે છે.

કેવા પ્રકારના પાણીનો ઉપયોગ કરવો

પગને પાણીમાં પલાળવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જેમાં 1 ચમચી મીઠું નાખવું જોઈએ. 10 મિનિટ બાદ પાણીમાંથી પગ કાઢી લઈને તેના પર ક્રીમ અને મોઈશ્વરાઈઝર લગાવવું જોઈએ.

ચહેરા પર ચમક લાવવા શિયાળામાં કયા ફળો ખાવા જોઈએ?