કિશમિશ પોષક તત્વોથી ભરપુર હોય છે. જેમાં કાર્બોહાઈડ્રેટ, ફાસ્ફોરસ, આયરન, પ્રોટીન, ફાઈબર, જીંક, કૉપર અને વિટામિન E જેવા પોષક તત્વો મળી આવે છે. જે શરીરને અનેક બીમારીઓથી બચાવે છે.
કિશમિશમાંથી મળી આવતા પોષક તત્વોથી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે. જેના કારણે તમે સંક્રમણ, બેક્ટેરિયલ ઈન્ફેક્શન જેવી સમસ્યાઓથી બચી શકો છો.
કિશમિશનું સેવન કરવાથી આયરનની ઉણપ દૂર થઈ શકે છે. એવામાં દરરોજ કિશમિશનું સેવન કરવાથી શરીરમાંથી લોહીની ઉણપ દૂર થઈ શકે છે.
દરરોજ ખાલી પેટ કિશમિશનું સેવન કરવાથી બૉડી ડિટોક્સ કરવામાં મદદ મળે છે. જેનાથી શરીરમાં જમા ટૉક્સિન બહાર નીકળે છે અને લોહી પણ શુદ્ધ થાય છે.
કિશમિશની તાસીર ગરમ હોય છે, પરંતુ પલાળેલા કિશમિશ ખાવાથી એસિડિટીની સમસ્યાથી બચી શકાય છે. પાણીમાં પલાળવાથી કિશમિશની ગરમ તાસીર સામાન્ય થઈ જાય છે.
તમે દરરોજ કિશમિશનું સેવન કરી શકો છે. આ માટે રાતે એક ગ્લાસ પાણીમાં કિશમિશને પલાળીને રાખો. બીજા દિવસે સવારે ઉઠીને ખાલી પેટ પહેલા કિશમિશને ચાવી જવા જોઈએ, તે પછી વધેલું પાણી પીવું જોઈએ.