રસોડામાં કેટલાક મસાલા છે, જે ઔષધીય ગુણો ધરાવતા માનવામાં આવે છે. તેમાંથી એક છે કાળા મરી, રોજ કાળા મરીનું સેવન કરવાથી શું થાય છે તેના વિશે જાણીએ.
કાળા મરીમાં વિટામિન સી સહિત એન્ટીઑકિસડન્ટો પણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
કાળા મરીમાં એન્ટિઓબેસિટી ગુણ હોય છે, તેથી તેનું સેવન વજન નિયંત્રિત કરે છે.
કાળા મરી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
કાળા મરીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને સુંદર બનાવે છે. તેથી તેનું સેવન કરવાથી વૃદ્ધત્વની સમસ્યા દૂર થાય છે.
કાળા મરીનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ રાહત મળે છે.તેથી બીપીના દર્દીઓ માટે કાળા મરી ફાયદાકારક છે.
કાળા મરીમાં એવા ઘણા તત્વો હોય છે જે ખોરાકને પચાન અને પોષક તત્વોને શોષવામાં પણ મદદ કરે છે.
કાળા મરી ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે કારણ કે તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારે છે.
તમે આહારમાં કાળા મરીનો સમાવેશ કરી શકો છો. તે સિવાય તમે તેને દિવસમાં 1-2 વખત ચાવીને પણ ખાઈ શકો છો. તેજમ તમે તેને પાણીમાં ઉકાળીને પી શકો છો. આ ઉપરાંત તમે મધ સાથે કાળા મરીના પાવડરનું સેવન પણ કરી શકો છો.
કાળા મરી સેવન કરવાથી ગળામાં ખરાશ, ખાંસી અને શરદીની સમસ્યામાં રાહત મળે છે.
સ્વાસ્થ્ય સંબંધીત આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.