Til Laddu Benefits: શિયાળામાં તલ-ગોળનો એક લાડુ દરરોજ ખાવાથી શું થાય?


By Sanket M Parekh01, Jan 2025 04:20 PMgujaratijagran.com

શરીરને ગરમ રાખે

તલ અને ગોળથી બનેલો એક લાડુ દરરોજ ખાવાથી શરીરને અંદરથી ગરમી મળે છે. જે ઠંડીમાં થતી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

પોષક તત્વોની ઉણપ દૂર કરે

તલ અને ગોળ બન્નેમાં આયરન, જિંક, વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. જે શરીરને પોષક તત્વોની ઉણપ દૂર કરે છે. દરરોજ તલ અને ગોળથી બનેલો એક લાડુ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી થતી.

સાંધાના દુખાવામાં આરામ

તલ અને ગોળમાં આયરનની સાથે-સાથે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે સાંધાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે.

સોજાથી મુક્તિ

ઠંડીના કારણે હાડકા અને મસલ્સમાં દુખાવો સામાન્ય સમસ્યા છે. એવામાં તલ અને ગોળથી બનેલો લાડુ દરરોજ ખાવો જોઈએ. જેનાથી સોજામાંથી મુક્તિ મળે છે.

એનર્જી વધારે

તલ અને ગોળથી બનેલા એક લાડુનું સેવન દરરોજ કરવાથી શરીરમાં એનર્જી વધે છે. જેમાં રહેલા પોષક તત્વો ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.જે વાયરલ બીમારીઓના ખતરાને ટાળવા માટે અસરકારક સાબિત થઈ શકે છે.

પાચનમાં ફાયદેમંદ

તલ અને ગોળથી બનેલો લાડુ ખાવાથી પાચન પણ સુધરે છે. જેના પરિણામે આંતરડા સ્વસ્થ રહે છે. પેટ સબંધિત સમસ્યામાં છૂટકારો મેળવવા માટે શિયાળામાં તલ અને ગોળનો લાડુ એક ખાવો જ જોઈએ.

અન્ય ફાયદા

તલ અને ગોળમાં રહેલા ઔષધીય ગુણ નવા બ્લડ સેલ્સનું નિર્માણ કરવામાં લાભદાયી છે. જેના સેવનથી બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે અને દિમાગ પણ તેજ બને છે.

વજન ઘટાડવા માટે 7 સરળ લો-ઈમ્પેક્ટ અસરકારક કસરતો