Soaked Gram Water: સવારે ખાલી પેટ પલાળેલા ચણાનું પાણી પીવાના ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh14, Nov 2024 04:23 PMgujaratijagran.com

પોષક તત્વો

પલાળેલા ચણા તો ક્યારેક ખાધા જ હશે, પરંતુ ખૂબ ઓછા લોકો ચણાનું પાણી પીવે છે. પલાળેલા ચણાનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. પલાળેલા ચણામાં પુષ્કળ પોષક તત્વો મળી આવે છે. જેમાં આયરન, ફાઈબર, વિટામિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને મિનરલ્સ મળી આવે છે.

પેટ માટે ફાયદેમંદ

પલાળેલા ચણાનું પાણી પીવું ફાયદેમંદ માનવામાં આવે છે. દરરોજ નિયમિત ચણાનું પાણી પીવાથી પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય છે.

વજન ઉતરશે

જો તમે વજન ઉતારવા માંગતા હોવ, તો સવારે ખાલી પેટ પલાળેલા ચણાનું પાણી પીવું જોઈએ. આ પાણીમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે.

ઈમ્યુનિટી બૂસ્ટ

સવારે પલાળેલા ચણાનું પાણી પીવાથી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે. ઈમ્યુનિટી મજબૂત રહેવાથી ઈન્ફેક્શનનો ખતરો ટળી જાય છે.

માંસપેશીયો મજબૂત

જો તમારી માંસપેશીયો નબળી હોય, તો તમારે પલાળેલા ચણાનું પાણી જરૂર પીવું જોઈએ. આ પાણીમાં સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે.

કેવી રીતે બનાવશો?

આ માટે રાતે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં અડધી મુઠ્ઠી ચણા પલાળીને રાખો. સવારે ઉઠીને પાણીને ગાળી દો અને ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ.

Custard apple: સીતાફળની છાલનો આ રીતે કરો ઉપયોગ, લાભ થશે