Flax Seed Water: અળસીના બીજનું પાણી પીવાથી શું થાય છે?


By Sanket M Parekh27, Nov 2024 03:56 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

અળસીના બીજમાં અનેક પોષક તત્વો મળી આવે છે. એવામાં ક્લિનીકલ ન્યૂટ્રિશનિસ્ટ અને ડાયેટીશિયન ઋપસી અરોરા પાસેથી જાણીએ, અળસીનું પાણી પીવાથી શરીરમાં શું ફેરફાર થાય છે.

પોષક તત્વો

અળસીના બીજમાં ઓમેગા-6 ફેટી એસિડ, ફાઈબર, વિટામિન E, B, એન્ટી ફંગલ,એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી ઈંફ્લેમેન્ટરી અને એન્ટી ડાયાબિટિક ગુણ મળી આવે છે. જે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.

વજન ઉતારે

અળસીના બીજમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેથી અળસીના બીજનું પાણી પીવાથી વજન ઉતારવામાં અને પેટની ચરબી ઓગાળવામાં મદદ મળે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલમાં

અળસીમાં રહેલા ગુણ હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે. અળસીના બીજનું પાણી પીવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જેનાથી હાર્ટ એટેકનો ખતરો ટળે છે.

સ્કિન અને વાળ માટે ફાયદેમંદ

અળસીના બીજમાં રહેલ ગુણ વાળ અને સ્કિન માટે ફાયદેમંદ છે. તેના બીજનું પાણી પીવાથી સ્કિનને નેચરલી ગ્લો મળે છે, જ્યારે વાળ પણ મજબૂત બનાવે છે. આમ અળસીનું પાણી પીવાથી વાળ અને સ્કિન સબંધિત સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે

અળસીના બીજમાં હેલ્ધી ફેટ્સ સહિત અન્ય અનેક પોષક તત્વો મળી આવે છે. એવામાં તેના બીજના પાણીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ મળે છે.

ડાયાબિટીશના દર્દી માટે ફાયદેમંદ

અળસીના બીજમાં ડાયટ્રી ફાઈબર હોય છે. એવામાં તેના પાણીનું સેવન કરવાથી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

પાચન માટે ફાયદેમંદ

સવારે ખાલી પેટ અળસીના બીજનું પાણી પીવાથી મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવા, આંતરડાને હેલ્ધી રાખવા અને પાચન ક્રિયાને સુધારવામાં મદદ મળે છે.

Black Elaichi Benefits: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળી ઈલાયચી, કિડની, હાર્ટ અને શ્વાસની સમસ્યા દૂર કરવાનું કરે છે કામ