રાત્રે સૂતા પહેલા કાજુ-બદામ વાળુ દૂધ પીવાથી શું થાય છે?


By Vanraj Dabhi31, Jan 2025 04:05 PMgujaratijagran.com

કાજુ-બદામ વાળુ દૂધ

રાત્રે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શું તમે જાણો છો કે રાત્રે કાજુ અને બદામ ઉમેરીને પીવાથી શું થાય છે?

નિષ્ણાત અભિપ્રાય

હેલ્થ એક્સપર્ટ લવનીત બત્રા અને ડાયેટિશિયન નંદિની પાસેથી આ અંગે વિગતવાર માહિતી જાણીએ.

સારી ઊંઘ

કાજુ અને બદામમાં મેગ્નેશિયમ અને ટ્રિપ્ટોફેન જેવા પોષક તત્વો હોય છે, જે મનને શાંત કરે છે અને ઊંઘ સુધારવામાં મદદ કરે છે.

હાડકાંને મજબૂત કરે છે

દૂધમાં કેલ્શિયમ હોય છે અને કાજુ-બદામમાં ફોસ્ફરસ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

હૃદય માટે ફાયદાકારક છે

બદામ અને કાજુમાં સારી ચરબી હોય છે, જે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. તે રક્ત પરિભ્રમણને સુધારે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.

મેટાબોલિઝમને વેગ આપે

કાજુ અને બદામનું દૂધ શરીરના મેટાબોલિઝમને ઝડપી બનાવવામાં મદદ કરે છે. તે શરીરની ઉર્જા વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક છે

કાજુ અને બદામમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચા પરના ડાઘ ઘટાડવામાં અને ત્વચાને ચમકદાર બનાવે છે.

પાચન માટે સારું છે

કાજુ-બદામ વાળા દૂધમાં ફાઈબર સારી માત્રામાં હોય છે, જે કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

માનસિક તણાવ ઘટાડે છે

કાજુ અને બદામ વાળા દૂધમાં રહેલા તત્વો માનસિક શાંતિને સુધારે છે. તેથી તેનું સેવન કરવાથીી માનસિક તાણ અને ચિંતા ઘટે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત આવા વધુ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Amla Juice: આ લોકોએ આમળાનો રસ ન પીવો જોઈએ?