Banana Shake Benefits: દરરોજ બનાના શેક પીવાથી શું થાય છે?


By Vanraj Dabhi23, Mar 2025 12:59 PMgujaratijagran.com

કેળા

કેળા એક એવું ફળ છે જે દરેક લોકોને ખાવું ગમે છે, દરેક ઋતુમાં સરળતાથી મળતું આ ફળ લોકો ગમે ત્યારે ખાઈ શકે છે.

પોષક તત્ત્વો

કેળામાં વિટામિન A, વિટામિન B6, વિટામિન C, પોટેશિયમ, સોડિયમ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, અને ફોસ્ફરસ જેવા તત્વો મળી આવે છે.

બનાના શેક

ઘણા લોકોને બનાના શેક પીવાનું પસંદ હોય છે, ચાલો જાણીએ દરરોજ બનાના શેક પીવાથી શું થાય છે?

વજન વધે

બનાના શેક પીવાથી વજનને ઝડપથી વધારી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કેળામાં વિટામિન સી હોવાથી તેનું સેવન રોજ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે.

એનર્જી

બનાના શેક પીવાથી તમે આખો દિવસ ઉર્જાવાન રહી શકો છો.

ઊંઘનો અભાવ

જો તમને અનિદ્રાની સમસ્યા હોય તો તમે બનાના શેક પી શકો છો, જે તમને સારી ઊંઘ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગર્ભાવસ્થા માટે ફાયદાકારક

ગર્ભાવસ્થામાં સ્ત્રીઓ બનાના શેક પી શકે છે, આનાથી તમારા ગર્ભમાં રહેલ બાળકનું વજન ઝડપથી વધારવામાં મદદ કરશે.

કેવી રીતે સેવન કરવું

કેળા, દૂધ, કાજુ અને બદામને મિક્સર જારમાં નાખીને પીસી લો. હવે તેની ઉપર ચોકલેટ પાઉડર નાખીને સર્વ કરી શકો છો.

નોંધ

આ માહિતી માત્ર સલાહ સૂચન માટેની માર્ગદર્શીકા છે, સેવન કરતા પહેલા ડોક્ટરની કે નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.

શિલાજીત કરતા 10 ગણું વધુ શક્તિશાળી છે આ ફળ, ખાતાં જ તમને બ્લેક પેન્થર જેવી ચપળતા મળશે