લસણમાં અનેક ગુણો જોવા મળે છે. તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે, પરંતુ જો તમે 1 મહિના સુધી લસણ ન ખાઓ તો શું થશે? જાણો.
લસણમાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારવામાં મદદરૂપ છે.
લસણનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
લસણમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે શરીરમાં સોજો ઓછો કરવામાં મદદરૂપ છે.
લસણમાં રહેલા ગુણ લોહીને પાતળું કરવામાં મદદરૂપ છે. તેથી સેવન ન કરે તો લોહી ગંઠાઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
લસણમાં ઘણા પોષક તત્વો હોય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
લસણની તાસીર ગરમ હોવાથી એનિમિયા, લો બ્લડ પ્રેશર, ગર્ભાવસ્થા અને સર્જરી દરમિયાન લસણનું સેવન ટાળવું જોઈએ. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
લસણનું સેવન ન કરવાથી લોકોને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.