દૂધમાં હળદર મિક્સ કરીને પીવું ઑવરઑલ હેલ્થ માટે ફાયદેમંદ મનાય છે. જો કે આવું દૂધ સૌ કોઈના માટે ફાયદેમંદ રહે, તે જરૂરી નથી. આજે આ લખમાં અમે આપને જણાવીશું કે, હળદરવાળું દૂધ પીવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય
હળદરમાં કુરકુમિન નામનું તત્વ હોય છે. જે વધારે પ્રમાણમાં લેવાથી પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા વધારે છે. જો તમને ગેસ, અપચો કે એસિડ રિપ્લક્સની સમસ્યા હોય, તો તમારે હળદરવાળું દૂધ ના પીવું જોઈએ.
હળદરમાં ઓક્સલેટનું પ્રમાણ વધારે હોય છે, જે કિડની સ્ટોન બનાવી શકે છે. આથી જે લોકોને પહેલાથી જ કિડની સ્ટોનની સમસ્યા હોય, તેમણે તો હળદરવાળું દૂધ ના જ પીવું જોઈએ.
હળદર બ્લડ સુગર લેવલને ઓછું કરવાનું કામ કરે છે. ડાયાબિટીશના દર્દી જો પહેલાથી જ સુગરની દવા લઈ રહ્યાં હોય, તો હળદરવાળું દૂધ પીવાથી તેમનું સુગર લેવલ એકદમ લૉ થઈ શકે છે.
હળદર ગર્ભાશયને ઉત્તેજિત કરી શકે છે અને કેટલાક કેસોમાં ગર્ભપાતનો ખતરો વધારી શકે છે. એવામાં ગર્ભાવસ્થામાં હળદર વાળું દૂધ પીતા પહેલા એક વખત તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.
વધારે પડતી હળદર લિવર એન્જાઈમને પ્રભાવિત કરી શકે છે, જે લિવરને ડેમેજ કરી શકે છે. આથી લિવરની બીમારીથી પીડાતા લોકોએ હળદરવાળું દૂધ વધારે ના પીવું જોઈએ.