Guava Fruit: રોજ એક જામફળ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? જાણો નિષ્ણાત અભિપ્


By Vanraj Dabhi01, Feb 2025 11:45 AMgujaratijagran.com

જામફળ ખાવા

જામફળને શિયાળાની ઋતુનું ફળ માનવામાં આવે છે, તેનું સેવન સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે.

પોષક તત્તવો

જામફળમાં વિટામિન સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ડાયેટરી ફાઈબર, આયર્ન, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.

એક્સપર્ટ ઓપિનિયન

જામફળ ખાવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેથી રોજ એક જામફળ ખાવાથી પણ ઘણા ફેરફારો જોવા મળે છે, ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી.

ફેફસાંની સફાઇ

આયુર્વેદ અને નેચરોપેથીના નિષ્ણાત ડૉ. કિરણ ગુપ્તા કહે છે કે જામફળ ફેફસાંને સાફ કરવામાં મદદરૂપ છે, તેથી અસ્થમાના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

પેટની સમસ્યા દૂર કરે

નિષ્ણાતોના મતે જામફળનું સેવન પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર હોય છે જે પાચન સારું કરવામાં મદદરૂપ છે.

ત્વચા માટે ફાયદા

વિટામીન સીની સાથે જામફળ પ્રોટીન અને વિટામીન A નો સ્ત્રોત પણ છે. તેમાં વિટામિન ઈ પણ જોવા મળે છે, તેથી જામફળનું સેવન કરવાથી ત્વચા ચમકદાર બને છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

જામફળનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે, જે તમને થતા વાયરલ રોગોથી પણ બચાવે છે.

હ્રદય માટે ફાયદાકારક

જામફળનું સેવન હ્રદય માટે પણ ફાયદાકારક છે, કારણ કે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની સાથે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદરૂપ છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દિવસમાં કયુ અને કેટલુ કઠોળ ખાવું જોઈએ? જાણો નિષ્ણાત અભિપ્રાય