જામફળ પોષક તત્વોથી ભરપુર ફળ છે. જેમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. જામફળનો સ્વાદ લાજવાબ હોવાની સાથે-સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ હોય છે.
આ માટે અમે જાણીતા ન્યૂટિશનિસ્ટ અને વેલનેસ એક્સપર્ટ વરુણ કત્યાલ સાથે વાતચીત કરી. જેમના પાસેથી જાણીએ કે, શેકેલું જામફળ ખાવાથી સ્વાસ્થ્યને શું-શું ફાયદા થઈ શકે છે
શેકેલા જામફળમાં અનેક ઔષધીય ગુણો હોય છે, જે શરીરને તાજગી અને એનર્જી પૂરી પાડવામાં મદદ કરે છે. આવું જામફળ ખાવાથી શરીરને અનેક સમસ્યામાં રાહત મળી શકે છે.
શેકેલું જામફળ ભૂખ વધારવામાં મદદ કરે છે. જે આંતરડા માટે ફાયદેમંદ રહે છે. આ સાથે જ શેકેલુ જામફળ લિવર સબંધિત સમસ્યામાં પણ રાહત આપે છે.
શેકેલું જામફળ ખાવાથી માનસિક સ્થિતિ પણ સુધરે છે. હકીકતમાં જામફળમાં રહેલા ગુણ શરીરને એનર્જી પૂરી પાડે છે અને બ્રેઈન પાવરને બૂસ્ટ કરવાનું કામ કરે છે. જેના પરિણામે માનસિક વિકાસમાં મદદ મળે છે.
શેકેલા જામફળનું સેવન કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. આ સાથે જ પેટ સાથે સંકળાયેલી સમસ્યામાં રાહત મળે છે. શેકેલા જામફળ પર સંચળ ભભરાઈને ખાવાથી પેટની અનેક સમસ્યામાં રાહત મળે છે.
શેકેલું જામફળ શરીરમાં એનર્જીનું લેવલ વધારે છે. જેના પરિણામાં શરીરમાંથી સૂસ્તી દૂર થાય છે અને થાક પણ ઓછો લાગે છે. જેને ખાવાથી તમે તાજગી અનુભવશો અને તમે દિવસભર એક્ટિવ હોવાનો અહેસાસ થશે.
જૂની ઉધરસ દૂર કરવા માટે શેકેલું જામફળ ખૂબ જ ફાયદેમંદ નીવડે છે. આ માટે જામફળને કાપીને તેના પર સંચળ છાંટીને પછી શેક્યા બાદ ખાવું જોઈએ. જેનાથી તમારી ખાંસી દૂર થઈ જશે.
સૌ પ્રથમ જામફળને બરાબર ધોઈ લો. જે બાદ ગેસ પર ધીમી આંચ પર અથવા ચૂલા પર જામફળ મૂકીને તેને શેકો. જ્યારે જામફળની છાલનો રંગ બદલાઈ જાય, તે બાદ તેને ઠંડુ કરીને ખાઈ શકો છે. શેકેલું જામફળ ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.