મૂળામાં અનેક પોષક તત્વો મળી આવે છે. જેમાં પ્રોટીન, વિટામિન A, આયરન, આયોડીન, કેલ્શિયમ સહિત અનેક પ્રકારના ન્યૂટ્રિએન્ટ્સ સારા એવા પ્રમાણમાં મળી આવે છે. તો ચાલો મૂળાથી સ્વાસ્થ્યને થતાં જાદુઈ ફાયદા વિશે જાણીએ...
મૂળામાં વિટામિન C સારા પ્રમાણમાં મળી આવે છે. જેનાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત બની શકે છે. તમે ડેઈલી ડાયટમાં મૂળો ખાઈ શકો છો. જેનાથી શરદી-ઉધરસ જેવી સંક્રમિત બીમારીઓથી બચી શકાય છે.
મૂળાના સેવનથી પાચન તંત્રને પણ ફાયદો થાય છે. જો તમને પાચન સબંધિત કોઈ સમસ્યા હોય, તો તમે તમારી ડાયટમાં મૂળાને સામેલ કરી શકો છો.
મૂળો ખાવાથી ડાયાબિટીસની સમસ્યાથી બચી શકાય છે. મૂળાના સેવનથી બ્લડ સુગરનું લેવલ કંટ્રોલ કરી શકાય છે. જો કે એક વાતનું ધ્યાન રાખો, તબીબની સલાહ વિના મૂળાનું સેવન ના કરશો.
પોષક તત્વોથી ભરપુર મૂળો સ્કિન માટે પણ ફાયદેમંદ હોય છે. જેમાં રહેલ વિટામિન-C, ફાસ્ફોરસ, જિંક જેવા પોષક તત્વો સ્કિનને ખીલ, ડ્રાયનેસ અને કાળા ડાઘ-ધબ્બાથી બચાવે છે.
હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં પણ મૂળો ફાયદેમંદ હોય છે. મૂળામાં પોટેશિયમ પુરતા પ્રમાણમાં મળી આવે છે, જે હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.