Stomach Worms Symptoms: બાળકના પેટમાં કરમિયા છે કે કેમ, કેવી રીતે ખબર પડે?


By Sanket M Parekh04, Apr 2025 03:46 PMgujaratijagran.com

કીડા, કૃમિ અર્થાત કરમિયા

ઘણી વખત બાળકના પેટમાં કીડા અર્થાત કૃમિ (કરમિયા) પડવાની સમસ્યા જોવા મળતી હોય છે. માટી ખાવાથી તેમજ વધુ પડતું ગળ્યું ખાવાના કારણે બાળકોમાં આ તકલીફ વધારે જોવા મળે છે.

બાળકના પેટમાં કરમિયાનું લક્ષણ

આ કીડા બાળકના પેટમાં જ પેદા થાય છે અને શરીરનું પોષણ શોષી લે છે. જો તમે પણ જાણવા માંગતા હોવ કે, બાળકના પેટમાં કૃમિ છે કે કેમ, તો આજે આ લેખ દ્વારા અમે આપને જણાવીશું કે, તમે કેવી રીતે તેને ચેક કરી શકો છો કે, બાળકના પેટમાં કીડા છે કે કેમ?

પેટમાં દુખાવો અને પીડા

જો તમારા બાળકને પેટમાં સતત દુખાવો અને ગેસની સમસ્યા રહેતી હોય, તો તે તેના પેટમાં કરમિયા પડવાની નિશાની હોઈ શકે છે. ખાસ કરીને પેટમાં દુખાવો વહેલી સવારે અને રાતના સમયે અસહ્ય બની જતો હોય છે.

ભૂખ વધારે લાગવી કે ના લાગવી

પેટમાં કરમિયા પડવા પર કેટલાક બાળકોની ભૂખ અચાનક વધી જાય છે. ખાવા છતાં બાળકનું વજન નથી વધતું. જ્યારે કેટલાક બાળકોને બિલકુલ ભૂખ જ નથી લાગતી.

વજન ઉતરવું

જો પેટ ભરીને ખાવા છતાં બાળક નબળું લાગી રહ્યું હોય, તો તે સંકેત છે કે, તેના શરીરમાં પોષણની કમી વર્તાઈ રહી છે. જે પેટના કૃમિના કારણે હોઈ શકે છે.

ઊંઘ ના આવવી

પેટમાં કીડા પડવાના કારણે બાળકને રાતે પુરતી ઊંઘ નથી આવતી અને દિવસ દરમિયાન બાળક બેચેન રહે છે.

પેટમાં કીડા પડે તો શું કરવું?

જો તમારા બાળકમાં પણ આ લક્ષણ જોવા મળે, તો તરત જ તબીબનો સંપર્ક કરવો જોઈએ. ઘરગથ્થુ ઉપાય જેમ કે કાચુ પપૈયું, લસણ, હળદર અને નવસેકા પાણીથી પણ પેટના કીડાનો નાશ કરવામાં મદદ મળી શકે છે.

BP લો થવાના સંજોગોમાં શું કરવું જોઈએ?