વિદ્યા બાલનની હાલ તેમણે ઘટાડેલા વજનને કારણે ચર્ચા થઈ રહી છે.


By Kajal Chauhan28, Oct 2024 04:53 PMgujaratijagran.com

વિદ્યા બાલને વજન કેવી રીતે ઓછું કર્યું ?

વિદ્યા બાલન ભૂલભુલૈયા 3 ફિલ્મને લઈને ચર્ચામાં છે. જેમાં તેઓ ઘણા સ્લીમ દેખાઈ રહ્યા છે. જાણો કેવી રીતે તેમણે તેમનું વજન ઓછું કર્યું.

મારું વજન ઓછું થતું જ ન હતું

એક ઈન્ટરવ્યુમાં વિદ્યા બાલને કહ્યું કે પહેલા મેં વજન ઘટાડવાની ઘણી કોશિશ કરી, ડાઈટ ફોલો કર્યું, એક્સરસાઈઝ કરી પરંતુ વજન ઓછું જ થતું ન હતું.

લો ઈન્ફ્લેમેશનવાળા ખોરાકે કર્યો જાદુ

હું ચેન્નઈમાં એક ન્યુટ્રીશનલ ગ્રુપને મળી તેમણે કહ્યું કે આ ચરબી નથી પરંતુ ઈન્ફેમેશન છે. પછી તેમણે મને એક ડાઈટ સજેસ્ટ કર્યું.

આવી રીતે ઘટાડ્યું વજન

આ ડાઈટને ફોલો કરવાથી મારું વજન કશું કર્યા વિના ઓછું થતું રહ્યું. મને અત્યાર સુધી ખબર ન હતી કે મને પાલક અને રોટલી શૂટ નથી થતું.

શરીર માટે શું છે જરુરી

શાકભાજી આપણા માટે જરુરી હોય છે પરંતુ આપણને એ ખબર હોવી જોઈએ કે કઈ શાકભાજી આપણા માટે યોગ્ય છે.

વિદ્યા બાલને કહ્યું કે ક્યારેય કોઈના શરીરને જજ ન કરો. તેને જેવી છે એવી રહેવા દો.

Cauliflower Side Effects: ફ્લાવર કોણે ન ખાવું જોઈએ