વંદે માતરમ’ના આજે 150 વર્ષ પૂરા થયા


By Dimpal Goyal07, Nov 2025 12:23 PMgujaratijagran.com

1875માં જન્મેલું અમર ગીત

7 નવેમ્બર 1875ના રોજ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયએ લખ્યું ‘વંદે માતરમ’. શરૂઆતમાં તે બંગદર્શન પત્રિકામા પ્રકાશિત થયું અને બાદમાં 1882માં તેમની પ્રસિદ્ધ નવલકથા આનંદમઠમાં સામેલ થયું.

ટાગોરે આપ્યું સંગીત

રવીન્દ્રનાથ ટાગોર આ કવિતાને સંગીતમાં ઢાળી. 1896 ના કલકત્તા કોંગ્રેસ અધિવેશનમાં આ ગીત પહેલીવાર જાહેરમાં ગવાયું.

સ્વતંત્રતા આંદોલનનું પ્રેરણાસ્થાન

1905ના બંગાળ વિભાજનના વિરોધમાં “વંદે માતરમ” નારો બન્યો સ્વતંત્રતા સંગ્રામનો અવાજ. વિદ્યાર્થીઓએ પ્રતિબંધ હોવા છતાં આ ગીત ગાતા રહ્યા તે દેશભક્તિનું પ્રતીક બની ગયું.

ક્રાંતિકારીઓની પ્રેરણા

ભીખાઈજી કામાએ લહેરાવેલ પ્રથમ ત્રિરંગા પર લખેલું હતું “વંદે માતરમ”. મદનલાલ ઢીંગરા સહિત અનેક ક્રાંતિકારીઓના અંતિમ શબ્દો પણ એ જ હતા “વંદે માતરમ”.

રાષ્ટ્રગીત તરીકે માન્યતા

1950માં બંધારણ સભાએ “વંદે માતરમ”ને ભારતનું રાષ્ટ્રગીત જાહેર કર્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું “તેને જન ગણ મન જેટલું જ સન્માન અપાશે.”

150 વર્ષની ઉજવણી

2025 માં દેશભરમાં 150 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમથી શરૂઆત, ટપાલ ટિકિટ, સ્મારક સિક્કો, અને “વંદે માતરમ ધરતી માતાને સલામ” થીમ હેઠળ રાષ્ટ્રીય અભિયાન શરૂ થશે.

પ્રેરણા રૂપ વારસો

“વંદે માતરમ” આજે પણ દરેક ભારતીયના હૃદયમાં ગુંજે છે  માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ, એકતા અને ગૌરવનું પ્રતીક બનીને.

વાંચતા રહો

અનવની માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સ્કૂલ બસનો રંગ પીળો કેમ હોય છે?