દિવાળીમાં મીઠાઈ ખાઈને કંટાળ્યા છો? તો ઘરે બનાવો સ્વાદિષ્ટ સફેદ કઢી


By Dimpal Goyal24, Oct 2025 03:03 PMgujaratijagran.com

મીઠાઈ

દિવાળી એટલે મીઠાઈ, નમકીન અને ભોજનની મોજ મસ્તી! પરંતુ અનેક દિવસો સુધી મીઠાઇ ખાઈ-ખાઈને આખરે મોઢાનો સ્વાદ બદલવાની ઇચ્છા થાય છે. એવા સમયે કંઈક હળવું, તાજું અને ઘરેલું ખાવાનું મન થાય છે.

સફેદ કઢી રેસીપી

આવી સ્થિતિમાં સફેદ કઢી એક પરફેક્ટ વિકલ્પ છે ,સ્વાદિષ્ટ પણ હળવી! ચાલો, જાણીએ કેવી રીતે બનાવવી આ ટેસ્ટી કઢી.

સામગ્રી

દહીં કે છાશ, ચણાનો લોટ, આદુ-લીલા મરચાની પેસ્ટ, મીઠું, ઘી, જીરું, મેથી, રાઈ, હિંગ, લવિંગ, તજ, ખાંડ કે ગોળ, મીઠા લીમડાના પાન, લીલા ધાણા અને પાણી.

સ્ટેપ 1

સૌપ્રથમ એક બાઉલમાં દહીં અને ચણાનો લોટ ભેળવો. પછી હેન્ડ બ્લેન્ડર  વડે તેવું મિશ્રણ તૈયાર કરો કે જેમાં ગઠ્ઠા ન રહે. મિશ્રણ એકદમ મુલાયમ હોવું જોઈએ.

સ્ટેપ 2

હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં રાઈ અને જીરું ઉમેરો. દાણા તતડવા લાગે ત્યારે તેમાં હિંગ, મેથી દાણા અને મીઠા લીમડાના પાન ઉમેરો અને થોડીવાર સાંતળી લો જેથી સરસ સુગંધ આવે.

સ્ટેપ 3

હવે તૈયાર દહીં-ચણાનો લોટનું મિશ્રણ કડાઈમા ઉમેરો. સાથે પાણી, મીઠું, આદુ-લીલા મરચાંની પેસ્ટ અને ખાંડ કે ગોળ નાખી મિક્સ કરો. ધીમા તાપે સતત હલાવતા રહો જેથી કઢી નીચે ચોંટે નહીં.

સ્ટેપ 4

કઢીને લગભગ 10–12 મિનિટ સુધી ધીમે ધીમે ઉકાળો. ધીમે ધીમે તેની સરસ સુગંધ આવશે અને કઢી ઘાટી બને છે. હવે તમારી સ્વાદિષ્ટ સફેદ કઢી તૈયાર છે.

સર્વ કરો

કઢીને બાઉલમાં કાઢી ઉપરથી તાજા લીલા ધાણા છાંટો. આ કઢી રોટલી, ભાત કે ખીચડી સાથે પીરસો. મીઠાઇની ભારે પછી આ હળવી કઢી મનને તાજગી આપશે!

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

છઠ પૂજાનું મહત્વ શું છે?