મોટાભાગના લોકોને દિવસની શરૂઆત અને સાંજે થાક દૂર કરવા માટે ચાની જરૂર પડતી હોય છે. એવામાં શું તમે જાણો છો કે, બજારમાં વેચાઈ રહેલી ચા નકલી અથવા તેમાં ભેળસેળ પણ હોઈ શકે છે.
નકલી ચાની ભૂક્કી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની સાથે-સાથે સ્વાદને પણ ખરાબ કરે છે. એવામાં તમારે જાણવું જરૂરી છે કે, નકલી ચાની ઓળખ કેવી રીતે કરવી?
આજે અમે આપને નકલી ચાની ભૂક્કી ઓળખવા સબંધિત કેટલીક રીતો વિશે જણાવીશું, જે તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.
જે ચાની ભૂક્કીમાં ભેળસેળ કરવામાં આવી હશે, તો તેમાં લોખંડના નાના-નાના ટૂકડા મિક્સ કરવામાં આવે છે. આ લોખંડના બારીક કણ તમે નરી આંખે જોઈ શકતા નથી. જેના માટે તમે લોહચુંબકનો ઉપયોગ કરી શકે છે. આ લોખંડના ટૂકડા ચુંબક પર ચોંટી જાય છે, જેનાથી તમે નકલી ચા અથવા તેમાં ભેળસેળને સરળતાથી પકડી શકો છો.
ચાની ભૂક્કીમાં રંગનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું પણ ધ્યાને આવ્યું છે. એવામાં અસલી અને નકલી ચા વચ્ચેનો ફરક જાણવા માટે તમે એક ટિસ્યૂ પેપર પર ચાની ભૂક્કી રાખો. હવે તેના પર થોડું પાણી રેડો. જો ચાની ભૂક્કીમાંથી રંગ નીકળવા માંડે તો સમજી જાવ તમારી ચા નકલી છે અને તેમાં રંગની ભેળસેળ કરવામાં આવી છે.
સાચી ચાની ભૂક્કી હશે, તો તે દૂધ અને પાણીમાં જ રંગ છોડે છે, પરંતુ જો ચામાં ભેળસેળ હશે તો તે સામાન્ય પલળવાથી પણ રંગ છોડવા માંડે છે. આથી તમે નકલી ચાની ભૂક્કીની તપાસ માટે પાણીનો ઉપયોગ કરી શકો છો.
અનેક લોકોને ચ્હાનો નશો હોય છે. આવી નકલી અર્થાત ભેળસેળવાળી ચા પીવાથી તમારી પાચન ક્રિયા અને સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે અને ભવિષ્ટમાં કેન્સરનો ખતરો પણ રહે છે.
જ્યારે પણ બજારમાંથી ચા ખરીદો, ત્યારે હંમેશા પેકેટમાં બંધ મળતી હોય તેવી બ્રાન્ડેડ ચ્હા જ ખરીદવી જોઈએ.આ સાથે જ પેકેટ પર દર્શાવવામાં આવેલી એક્સપાયર્ડ ડેટ પણ અચૂક ચેક કરવી જોઈએ.