સોનાથી પણ વધુ મોંઘુ છે આ બ્લડ ગ્રુપ, વિશ્વમાં છે તે દુર્લભ


By Nileshkumar Zinzuwadiya05, Dec 2024 07:42 PMgujaratijagran.com

દુર્લભ બ્લડ ગ્રુપ

આ પ્રકારનુ એક દુર્લભ બ્લડ ગ્રુપ છે કે જેના વિશે લોકો જાણકારી ધરાવતા નથી. આ બ્લડ ગ્રુપને ગોલ્ડન બ્લડ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે.

ફક્ત 45 લોકો

આ બ્લડ ગ્રુપનું નામ છે આરએચ નલ (RH Null) ગ્રુપ છે. વિશ્વમં ફક્ત 45 લોકોમાં જ આ બ્લડ ગ્રુપ જોવા મળ્યું છે.

તમામ બ્લડ ગ્રુપ સાથે મેચ

આ બ્લડ ગ્રુપની વિશેષતા એ છે કે લોહી અન્ય તમામ બ્લડ ગ્રુપ સાથે મેચ કરી શકાય છે અને જરૂર પડે તો ચડાવી શકાય છે.

RH Null ગ્રુપ

જોકે RH Null બ્લડ ગ્રુપવાળા લોકોને જ ફક્ત આ લોહી ચડાવી શકાય છે. તે ખૂબ જ દુર્લભ હોવાથી ખૂબ જ કિંમતી છે.

વર્ષ 1960માં શોધ થઈ

આ બ્લડ ગ્રુપની શોધ વર્ષ 1960માં થઈ હતી. તેમાં પ્રોટીન ખાસ હોય છે. તેમાં એન્ટીજન હોતું નથી, માટે આ ગ્રુપ ધરાવતા લોકોએ અવાર-નવાર એનીમિયાનો સામનો કરવો પડે છે.

Benefits Of Custard Apple: સીતાફળ ક્યા રોગો માટે રામબાણ છે!