Weight Loss Tips: ઝડપથી વજન ઉતારવા માટે ખાતા પહેલા આ 5 કામ અચૂક કરો


By Sanket M Parekh07, Nov 2024 03:53 PMgujaratijagran.com

વજન ઘટાડવા માટેની ટિપ્સ

ખાતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ માટે ખાણીપીણી સાથે સંકળાયેલી કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.

ખાવાના 30 મિનિટ પહેલા પાણી પીવો

ખાવાના 30 મિનિટ પહેલા પાણી પીવું જોઈએ. આમ કરવાથી ખુદને ઑવરઈટિંગથી બચાવવામાં મદદ મળે છે.

સલાડ ખાવ

ખાવાની સાથે ક્યારેય સલાડ ના ખાશો. ભોજનનો સમય થાય તેના અડધા કલાક પહેલા સલાડ ખાવો જોઈએ. વેટલોસ જર્ની દરમિયાન તેનો ખાસ ફાયદો દેખાશે.

પ્રાણાયામ કરો

વજન ઉતારવા માંગતા હોવ તો સવારના સમયે ખાતા પહેલા પ્રાણાયામ કરો. એક્સપર્ટના મતે પ્રાણાયામથી પણ વજન ઉતારવામાં મહદઅંશે સફળતા સાંપડે છે.

ખાવાનો ચોક્કસ સમય બનાવો

ખાવાનો ચોક્કસ સમય નક્કી કરવો પણ જરૂરી છે. જો તમે સમયસર ખાવાનું નહીં ખાવ, તો તમારું વજન વધી શકે છે.

હેલ્ધી સ્નેક્સ ખાવ

વજન ઉતારવા માંગતા હોવ તો હેલ્ધી સ્નેક્સ ખાવાનું શરૂ કરી દો. ફિટનેસ એક્સપર્ટનું માનવું છે કે, અનહેલ્ધી સ્નેક્સ ખાવાથી પણ વજન ઝડપથી વધી જાય છે.

ખોરાક બરાબર ચાવીને ખાવ

ખોરાકને બરાબર ચાવીને ખાવો પણ જરૂરી છે. ચાવ્યા વિના ખોરાક ઉતારી દેવાથી અપચો અને પેટમાં ગેસ બનવાની સમસ્યા વકરી શકે છે.

વધારે પડતું ના ખાશો

મોટાપો ઓછો કરવા માંગતા હોવ તો બને ત્યાં સુધી ભુખ હોય તેના કરતાં થોડું ઓછું ખાવાની આદત પાડવી જોઈએ. વધારે પડતું ખાવું પણ વેટ લૉસની જર્ની મુશ્કેલ બનાવે છે.

આ લોકોએ ભૂલેચૂકે મીઠું કે સોપારી વાળું પાન ન ખાવું જોઈએ, જાણો કેમ?