આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે કયા લોકોએ આમળાનું સેવન ન કરવું જોઈએ?
જો તમારું બ્લડ પ્રેશર પહેલાથી જ ઓછું હોય, તો આમળાના સેવન ટાળો આનાથી બ્લડ પ્રેશર વધારે ઓછું થઈ શકે છે.
આમળામાં એસિડિક તત્વો અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે પેટમાં બળતરા કે ગેસની સમસ્યાને વધારી શકે છે.
આમળા ખાવાથી પ્રેગનન્સીમાં મુસ્કેલીઓ આવી શકે છે, સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ આમળા ખાતા પહેલાં ડોક્ટરની સલાહ લો.
જો તમારું બ્લડ શુગર લેવલ લો રહે છે, તો આમળા ખાવાનું ટાળો. આમળા ખાવાથી તમારું સ્વાસ્થ્ય ગંભીર રીતે બગાડી શકે છે.
જો કોઈ વ્યક્તિ કિડનીની સમસ્યાનો સામનો કરી રહી હોય તો આમળાનું સેવન બિલકુલ ન કરો.
કાચા આમળાનું સેવન કરવાથી શરદી,ઉધરસનો ખતરો વધી જાય છે, જેના કારણે થાઇરોઇડ સમસ્યાઓ થઈ શકે છે.
કેટલાક લોકો માટે કાચા આમળાનું સેવન હાનિકાર છે, તેનાથી શરીર ડીહાઈડ્રેશનથી એલર્જી પણ થઈ શકે છે. તેથી તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.