ખાંડ કરતાં ગોળને મીઠાસ માટે સારો વિકલ્પ માનવામાં આવે છે. ગોળ ખાવાના ઘણા ફાયદા છે પરંતુ જો વધુ પડતું ગોળનું સેવન નુકસાન પણ કરી શકે છે.
ગોળમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા સૂક્ષ્મ પોષક તત્વો મળી આવે છે.
નિષ્ણાતોના મતે ડાયાબિટીસના દર્દીઓએ વધુ પડતો ગોળ ન ખાવો જોઈએ. કારણ કે 10 ગ્રામ ગોળમાં 9.7 ગ્રામ ખાંડ મળી આવે છે. જે બ્લડ શુગર લેવલ વધારી શકે છે.
જો તમારે વજન ઓછું કરવું હોય તો ગોળનું સેવન ટાળવું જોઈએ, કારણ કે 100 ગ્રામ ગોળમાં 385 કેલરી હોય છે. જે વજન ઘટાડવામાં આવરોધ કરે છે.
જો તમે સંધિવાથી પરેશાન છો તો તમારે ગોળ ખાવાનું ટાળવું જોઈએ. આ તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.
જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે ગોળ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે, ગોળની તાસિર ગરમ હોય છે, જે પાચનમાં સમસ્યા ઊભી કરી શકે છે.
જો તમે અલ્સેરેટિવ કોલાઈટિસની સમસ્યાથી પરેશાન છો તો તમારે ગોળ ખાવાનું ટાળવું જોઈએ. આયુર્વેદમાં માછલી અને ગોળના મિશ્રણને અત્યંત જોખમી ગણાવ્યું છે.
જો તમે ઉનાળામાં વધુ પડતો ગોળ ખાઓ છો તો તમને નાકમાંથી લોહી આવવાની સમસ્યા થઈ શકે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.