શિયાળામાં આ સમયે સૂર્યપ્રકાશ લેવાથી શરીર રહેશે તંદુરસ્ત


By Dimpal Goyal12, Nov 2025 08:22 AMgujaratijagran.com

સૂર્યપ્રકાશ

શિયાળાના દિવસોમાં સૂર્યપ્રકાશ ઓછો જોવા મળે છે, જે આપણા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ સમયે યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ લેવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તે શરીરને વિટામિન D પૂરું પાડે છે. જો શરીરમાં વિટામિન D ની ઉણપ થાય, તો અનેક પ્રકારની તકલીફો અને બીમારીઓ થઈ શકે છે.

વિટામિન D ની ઉણપથી થતી તકલીફો

શિયાળામાં ઠંડીના કારણે હાડકાં અને સાંધા સંબંધિત સમસ્યાઓ વધે છે.હાડકાં નબળાં થવા લાગે છે.સાંધામાં દુખાવો રહે છે.

શરીર ઝકડાઈ જાય

પરંતુ જો તમે નિયમિત રીતે સૂર્યપ્રકાશ લો, તો શરીરમાં વિટામિન D ની અછત દૂર થઈ શકે છે અને આ સમસ્યાઓમાં રાહત મળે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શિયાળામાં વારંવાર થતી સર્દી, ઉધરસ જેવી તકલીફોથી બચવામાં પણ મદદ મળે છે.

ઊંઘ સુધારે

સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી શરીરમાં મેલાટોનિન હોર્મોન પેદા થાય છે, જે ઊંઘને સુધારે છે. નિયમિત સૂર્યસ્નાન લેવાથી ઊંઘ સારી આવે છે.

ત્વચા માટે ફાયદાકારક

શિયાળામાં ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે ફંગલ ઈન્ફેક્શન, એક્ઝિમા, સોરાયસિસ વધુ જોવા મળે છે. પરંતુ સૂર્યપ્રકાશ લેવાથી ત્વચા સ્વસ્થ રહે છે અને આ બીમારીઓથી બચી શકાય છે.

સૂર્યપ્રકાશ લેવાનો યોગ્ય સમય

સૂર્યપ્રકાશ સવારે 10 થી 12 વાગ્યા સુધી બપોરે 2 થી 4 વાગ્યા સુધી અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 થી 4 વખત 15 થી 20 મિનિટ સુધી હૂંફાળો સૂર્યપ્રકાશ લેવું લાભદાયક છે.

અન્ય બાબત

શિયાળામાં સૂર્યપ્રકાશ માત્ર હાડકાં માટે જ નહીં, પરંતુ સમગ્ર શરીર માટે ફાયદાકારક છે. રોજિંદા જીવનમાં થોડો સમય કાઢીને સૂર્યપ્રકાશ લેવાની ટેવ રાખશો, તો તમારું શરીર તંદુરસ્ત રહેશે અને અનેક બીમારીઓથી બચી શકશો.

વાંચતા રહો

અનવની માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં રોજ તુવેરની દાળ ખાવાના અઢળક ફાયદા