શરદી અને ઉધરસ સામાન્ય સમસ્યા હોય છે, પરંતુ ઘણી વખત એવું થાય છે કે, સતત ઉધરસ સતત આવતી રહે છે. જેના પરિણામે લોકો TBનો શિકાર બની જાય છે.એવામાં આજે અમે આપને જણાવીશું કે, ટીબી થવા પર શરીરમાં ક્યા લક્ષણો જોવા મળે છે. આ વિશે આપણને યુનાઈટેડ મેડિસિટી હૉસ્પિટલ એન્ડ મેડિકલ કૉલેજ પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના ડૉ. આદર્શ દુબેએ વિગતવાર માહિતી આપી છે.
જો તમને 3-4 દિવસથી ઉધરસ આવતી હોય, તો તે સામાન્ય છે. જો કે તમને સતત એક સપ્તાહ કરતાં વધારે સમયથી ખાંસી રહેતી હોય, તો તે ટીબીનું લક્ષણ હોઈ શકે છે. એવામાં તમારે એક વખત ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
જો તમને લાંબા સમયથી ઉધરસ આવી રહી હોય અને ખાંસતી વખતે જ કફમાં બ્લડ દેખાય, તો તે ટીબી હોઈ શકે છે. એવામાં તાત્કાલિક તબીબને બતાવવું જોઈએ.
જો તમને ઉધરસની સાથે-સાથે તાવ આવવાની સમસ્યા હોય. તેમજ સાંજના સમયે અચાનક તાવ વધી જતો હોય, તો તે ટીબીનું લક્ષણ હોઈ શકે છે. એવામાં તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જઈએ.
જો તમને લાંબા સમય સુધી ઉધરસ આવી રહી હોય અને એકાએક તમારું વજન ઘટવા માંડે, તો તે પણ ટીબીનું એક લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં પણ ડૉક્ટરને બતાવવું જ રહ્યું.
જો તમને સતત ઉધરસ આવી રહી હોય અને સાથે ખાવાની રૂચિ ઘટી ગઈ હોય, તો તે પણ ટીબીનું લક્ષણ હોઈ શકે છે. જો તમને ખાંસીની સાથે-સાથે ખાવાનું મન ના થતું હોય, તો તમારે તબીબને બતાવવું જોઈએ.
જો તમને રાતના સમયે ગરમી લાગવાની સાથે-સાથે ખૂબ જ પરસેવો વળતો હોય, તો તમને પણ ટીબીની સમસ્યા થઈ શકે છે. એવામાં તબીબને બતાવીને યોગ્ય સારવાર શરૂ કરી દેવી જોઈએ. જેનાથી સમયસર રોગને ઉગતો જ ડામી દેવાય.