એક વખત બનાવી દેવામાં આવેલી ચાને ફરીથી ગરમ કરવાથી તેનો સ્વાદ ઘટી જાય છે. આટલું જ નહીં, ચાને ફરીથી ગરમ કરવાથી તેમાં રહેલા પૌષ્ટિક ગુણ પણ નાશ પામે છે.
ચાને ફરીથી ગરમ કરીને પીવાથી શરીર બીમારીઓનું ઘર બની શકે છે, કારણ કે જ્યારે ચાને ફરીથી ગરમ કરવામાં આવે છે, તો તેમાં રહેલા ઔષધિય ગુણો બહાર નીકળી જાય છે.
ચાને ફરીથી ગરમ કરીને પીવાથી તમારું સ્વાસ્થ્ય નબળું પડવા લાગે છે. જેનાથી પેટ ખરાબ થવા સાથે ઝાડા-ઉલટી અને ઉબકા જેવી સમસ્યા થઈ શકે છે.
ચાને ફરીથી ગરમ કરીને પીવાથી તેના કૂચા ટેનિન રિલીઝ કરે છે. જેના પરિણામે ચાનો સ્વાદ કડવો થઈ જાય છે.
જો તમે ચાને ફરીથી ગરમ કરીને પીવા માંગતા હોવ, તો તેને તમારે 15 મિનિટની અંદર જ ગરમ કરીને પી લેવી જોઈએ. કારણ કે ત્યાં સુધી ચામાં રહેલા ઔષધિય ગુણો જળવાઈ રહે છે.
જો તમને પણ ચાને ગરમ કરીને પીવાની આદત હોય, તો આજથી છોડી દો. ચા બન્યાના થોડા કલાકો બાદ તેને ફરીથી ગરમ કરીને પીવાથી તેમાં ફૂગ અને બેક્ટેરિયા જેવા સુક્ષ્મ જીવ વિકસિત થાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે.
આ માટે તમારે એટલી જ ચા બનાવવી જોઈએ, જેટલી એ સમયે તમારે જરૂર હોય. વધેલી ચાને ગરમ કરીને વારંવાર પીવાની આદતથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઈ શકે છે.