Bread Side Effects: સાવધાન...દરરોજ બ્રેડ ખાવાના 4 નુકસાન, જે તમે નહીં જાણતા હોવ


By Sanket M Parekh14, Jan 2025 03:33 PMgujaratijagran.com

શહેરમાં બ્રેડ વધારે ખવાય

શહેરમાં મોટાભાગના લોકો બ્રેડનું સેવન વધારે કરતાં હોય છે. હકીકતમાં બ્રેડની રેસિપી બનાવવામાં વધારે સમય નથી લાગતો. આજ કારણોસર શહેરની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો બ્રેડનું સેવન વધારે પ્રમાણમાં કરતા હોય છે. જો કે દરરોજ બ્રેડ ખાવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે.

બ્રેડથી થતા નુકસાન

બ્રેડમાં પ્રોટીન, ફાઈબર, કેલેરી, કાર્બોહાઈડ્રેટ અને સુગર મળી આવે છે. આમ છતાં દરરોજ બ્રેડ ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઈ શકે છે.

વજન વધારે

જો તમે દરરોજ બ્રેડનું સેવન કરતાં હોવ, તો તમારું વજન ઝડપથી વધવા લાગે છે. એટલે કે તમે મોટાપાનો શિકાર બની શકો છો.

પાચનની સમસ્યા

દરરોજ બ્રેડ ખાવાથી પાચન સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં ગ્લૂટેન મળી આવે છે. આથી દરરોજ તેનું સેવન ના કરવું જોઈએ.

સુગર લેવલ વધે

દરરોજ બ્રેડ ખાવાથી બૉડીમાં સુગરનું લેવલ વધવા લાગે છે. હકીકતમાં બ્રેડમાં એમાઈલોપેક્ટિન નામનું તત્વ મળી આવે છે. જે સુગરને વધારવાનું કામ કરે છે.

કોલેસ્ટ્રોલ લેવલ

જો તમે કોલેસ્ટ્રોલના દર્દી હોવ, તો તમારે દરરોજ બ્રેડ ખાવાની ભૂલ ના કરવી જોઈએ. આમ કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ વધી શકે છે અને હાર્ટ એટેકનો ખતરો રહે છે.

કેલ્શિયમની ઉણપવાળા નખ કેવા દેખાય છે?