Drinking Water In Winter: શિયાળામાં ઓછું પાણી પીવાથી થાય છે આ સમસ્યા


By Sanket M Parekh01, Dec 2024 04:04 PMgujaratijagran.com

સ્વાસ્થ્યને નુકસાન

શિયાળાની સિઝનમાં મોટાભાગે લોકો ઓછું પાણી પીતા હોય છે. જો કે તમે જાણો છો, આ ઠંડીમાં ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

શરીર અને પાણી

શિયાળામાં તરસ ઓછી લાગે છે, જેથી લોકો પાણી પણ ઓછું પીવે છે.જ્યારે શરીરને પુરતા પ્રમાણમાં પાણી નથી મળતુ, તો અનેક સમસ્યા થવા લાગે છે.

ડ્રાય સ્કિન

જો તમે શિયાળાની સિઝનમાં ઓછું પાણી પીશો, તો સ્કિન ડ્રાય થવા લાગે છે. કારણ કે ઓછું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ નથી રહેતું.

પાચનની સમસ્યા

ઓછું પાણી પીવાથી પાચન સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. હકીકતમાં ખોરાકને પચવા માટે શરીરમાં પુરતા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે.

વજન વધવાની સમસ્યા

શિયાળામાં ભૂખ વધારે લાગે છે. જેને ઓછું પાણી પીને દૂર કરી શકાય છે. જો કે ઘણી વખત તમે ઓછું પાણી પીવાના કારણે વધારે ખોરાક ખાઈ લેતા હોવ છો. જેના પરિણામે વજન વધી શકે છે.

થાક અનુભવવો

શિયાળામાં ઓછું પાણી પીવાના કારણે શરીરમાં થાકનો અનુભવ થાય છે. હકીકતમાં ઓછું પાણી પીવાથી શરીરને પુરતા પ્રમાણમાં ઑક્સિજન નથી મળતો.

કેટલું પાણી પીવું જોઈએ?

દિવસમાં 6 થી 8 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. જો કે જુદા-જુદા લોકોને હાઈડ્રેટેડ રહેવા માટે અલગ-અલગ પ્રમાણમાં પાણીની આવશ્યક્તા રહેતી હોય છે.

રોજ કલોંજીનું પાણી પીવાના 5 અદ્ભુત ફાયદા