શ્રાવણમાં આ સપના આવે તો સમજજો કે તમારા પર શિવની કૃપા થઈ છે


By Kajal Chauhan26, Jul 2025 05:15 PMgujaratijagran.com

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા-આરાધના કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે. આ લેખમાં આપણે જાણીશું કે શ્રાવણ મહિનામાં આવતા 6 શુભ સપના વિશે.

શિવલિંગ

સપનામાં શિવલિંગ અથવા શિવ મંદિર દેખાવું અત્યંત શુભ માનવામાં આવે છે. આવું સપનું જોવાથી જીવનમાં ખુશહાલી આવે છે.

સાપ

સામાન્ય રીતે સાપનું સપનું ભયાવહ લાગે છે, પરંતુ શ્રાવણ મહિનામાં સપનામાં સાપ દેખાવો શુભ માનવામાં આવે છે. સપનામાં સાપને પકડતા જોવું એટલે ધન-સમૃદ્ધિનું આગમન થઈ શકે છે.

રુદ્રાક્ષ

સપનામાં રુદ્રાક્ષ અથવા રુદ્રાક્ષની માળા દેખાવી પણ અત્યંત શુભ હોય છે. રુદ્રાક્ષ ભગવાન શિવનો શ્રૃંગાર છે. રુદ્રાક્ષને સપનામાં જોવાથી જીવનમાં પ્રગતિના માર્ગો ખુલે છે.

ગંગા નદી

શ્રાવણ મહિનામાં સપનામાં ગંગા નદી દેખાવી અત્યંત શુભ માનવામાં આવે છે. આવું સપનું જીવનમાં મોટા અને સારા પરિવર્તનનો સંકેત હોય છે.

ત્રિશૂળ

સપનામાં ત્રિશૂળ દેખાવું વિજય પ્રાપ્ત કરવાનો સંકેત હોઈ શકે છે. શ્રાવણમાં આવું સપનું આવવાથી શત્રુનો નાશ થાય છે અને બગડેલા કામો બનવાના યોગ બને છે.

નંદી

જો સપનામાં નંદી દેખાય તો તે અત્યંત ફળદાયી છે. શ્રાવણમાં આવું સપનું કારકિર્દીમાં ઉન્નતિ, ઇચ્છાની પૂર્તિ અને ભગવાન શિવની કૃપા તરફ ઈશારો કરે છે.

Onyx Gem: ઓનીક્સ રત્ન પહેરવાના 7 ફાયદા