શિવલિંગ પર અભિષેક કરવાના શાસ્ત્રના નિયમો


By Dimpal Goyal10, Nov 2025 10:42 AMgujaratijagran.com

પુજા દરમિયાન શું ધ્યાનમાં રાખવું

સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ભક્તિપૂર્વક મહાદેવની પૂજા કરવાથી મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પરંતુ શિવલિંગ પર પૂજન કરતી વખતે યોગ્ય ક્રમ અને નિયમોનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. આવો જાણીએ કે શિવલિંગ પર સૌથી પહેલા શું ચઢાવવું જોઈએ .

શિવલિંગ પર સૌથી પહેલા શું ચઢાવવું જોઈએ?

ધાર્મિક માન્યતાઓ મુજબ શિવલિંગ પર સૌથી પહેલા જળાભિષેક કરવો જોઈએ. જળ ચઢાવતા સમયે ‘ॐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરવાથી પૂજા વધુ પવિત્ર બને છે.

જળાભિષેક બાદ શું કરવું?

જળાભિષેક કર્યા બાદ શિવલિંગ પર બેલપત્ર ચઢાવો.ત્યારબાદ સફેદ ફૂલ, ધતૂરા શિવજીને આ પદાર્થ ખૂબ પ્રિય છે અને તેને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

અન્ય શુભ પદાર્થો

આ સિવાય શિવલિંગ પર દૂધ, દહીં અને મધ ચઢાવવું પણ શુભ માનવામાં આવે છે.

શ્રાવણ માસમાં ખાસ મહત્વ

શ્રાવણ મહિનામાં શિવભક્તો અલગ-અલગ પદાર્થોથી શિવલિંગનો અભિષેક કરતા હોય છે. દરેક પદાર્થનું પોતાનું વિશેષ મહત્ત્વ છે અને તેને અર્પણ કરવાથી જુદા જુદા ફળોની પ્રાપ્તિ થાય છે

નોંધ

શિવલિંગ પર પૂજનનો આરંભ હંમેશા જળાભિષેકથી કરવો જોઈએ. ત્યારબાદ બેલપત્ર, ફૂલ, ધતૂરા અને અન્ય પદાર્થો અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તને મનચાહું ફળ આપે છે.

વાંચતા રહો

આધ્યાત્મિકતા સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મની પ્લાન્ટ લગાવતા પહેલા જાણી લો વાસ્તુ નિયમ