Reverse Walking: ઊંધા ચાલી ને મેળવો અદ્ભૂત સ્વાસ્થ્ય ફાયદા


By Dimpal Goyal26, Oct 2025 03:51 PMgujaratijagran.com

રિવર્સ વોકિંગ

વોકિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નિષ્ણાતો સલાહ આપે છે કે દૈનિક ઓછામાં ઓછા 10,000 સ્ટેપ ચાલવાથી શરીર તંદુરસ્ત રહે છે. પરંતુ શું તમે ક્યારેય પાછળની તરફ ફરીને ચાલવાનો પ્રયાસ કર્યો છે?,રિવર્સ વોકિંગ કરવાથી શરીર અને મન બંનેને અનેક ફાયદા થાય છે.

રિવર્સ વોકિંગ શું છે?

રિવર્સ વોકિંગ એટલે કે પાછળની દિશામાં ચાલવું. શરૂઆતમાં આ થોડું અઘરું લાગે, પરંતુ નિયમિત પ્રેક્ટિસથી તે સરળ બને છે અને ફિટનેસ રૂટિનમાં નવી તાજગી લાવે છે.

રિવર્સ વોકિંગના સ્વાસ્થ્ય ફાયદા

ઘૂંટણ અને પગના સ્નાયુઓની લવચીકતા વધારે છે. પાછળ ચાલવાથી પગના પાછળના ભાગના સ્નાયુઓ અને ઘૂંટણની આસપાસની માસપેશીઓ વધુ મજબૂત બને છે.

ઈજામાંથી ઝડપથી સાજા થવામાં મદદ કરે

ફિઝિયોથેરાપી દરમિયાન ઘણી વખત રિવર્સ વોકિંગની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે ઘૂંટણ અથવા પગની ઈજાથી પુનઃપ્રાપ્તિમાં મદદરૂપ બને છે.

શરીરનું સંતુલન સુધારે

પાછળ ચાલવાથી શરીરનું સંતુલન અને સમન્વય વધે છે, જે ખાસ કરીને વયસ્ક લોકો માટે લાભદાયી છે.

કમર અને ઘૂંટણના દુખાવામાં રાહત

નિયમિત રિવર્સ વોકિંગ કમરના તથા ઘૂંટણના દુખાવામાં રાહત આપે છે અને સ્નાયુઓને લવચીક રાખે છે.

ધ્યાન અને એકાગ્રતા વધારે

રિવર્સ વોકિંગ દરમિયાન તમારે દરેક પગલું જાગૃત રીતે ભરવું પડે છે, જે માઇન્ડફુલનેસ વધારવામાં મદદ કરે છે.

શરૂઆતમાં ધ્યાન રાખવા જેવી બાબતો

સમતલ અને સલામત જગ્યાએ પ્રેક્ટિસ કરો. શરૂઆતમાં ધીમે ધીમે થોડા મિનિટથી શરૂ કરો, જરૂરી હોય તો સાથીની મદદ લો.

વાંચતા રહો

અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સ્ટ્રોકના શરુઆતના લક્ષણો શું હોઈ શકે છે?