Pyaz Kachori Recipe: જોધપુરી ફેમસ ગરમા ગરમ પ્યાજ કચોરી ઘરે બનાવો


By Dimpal Goyal18, Oct 2025 02:22 PMgujaratijagran.com

પ્યાઝ કચોરી

પ્યાઝ કચોરી નોન ફ્રાઈડ છે તેથી તમે વજન ઘટાડવા માંગતા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે, અહીં જાણો નોન ફ્રાઈડ પ્યાઝ કચોરી રેસીપી

કચોરીના લોટ માટે સામગ્રી

1 કપ ઘઉંનો લોટ, 1/4 કપ સોજી, 2 ટેબલસ્પૂન બેસન, 1/2 ટેબલસ્પૂન ઘી, ચપટી અજમો, સ્વાદ મુજબ મીઠું, 1/4 કપ પાણી (અથવા જરૂર પડે તો થોડું વધારે)

કચોરી મસાલા માટે સામગ્રી

2 ડુંગળી, 2 ચમચી ઘી, 25 ગ્રામ સોયાબીન વડી, 1 ચમચી વરિયાળી, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી જીરું, 4-5 લસણની કળી, 3 લીલા મરચાંનો ભૂકો, 1 ચમચી લાલ મરચાનો પાવડર, 1/2 ચમચી આમચુર પાવડર, ચપટી હળદર

સ્ટેપ 1

સૌપ્રથમ એક બાઉલમાં સોજી, ઘઉંનો લોટ, ચણાનો લોટ, થોડો મેંદો, મીઠું, અજમો વગેરે નાખીને બધું મિક્સ કરો અને લોટ બાંધો.

સ્ટેપ 2

હવે એમાં જરૂર લાગે તો પાણી ઉમેરતા જાવ અને લોટ બંધાય જાય એટલે તેને 25 મિનિટ માટે રેસ્ટ આપો.

સ્ટેપ 3

હવે સ્ટફિંગ માટે તમે એક કડાઈમાં ઘી, વરિયાળી અને જીરું ઉમેરો, પછી લસણ અને મરચાંની પેસ્ટ 2 મિનિટ માટે સાંતળો.

સ્ટેપ 4

હવે ડુંગળી ઉમેરો અને મધ્યમ તાપ પર બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરો, આમાં સોયાબિનની વડીનેના ટુકડા ઉમેરો.

સ્ટેપ 5

બધા મસાલા ઉમેરો અને તેને 6-7 મિનિટ સુધી પાકવા દો, હવે કણકમાંથી એક મોટી રોટલી પાથરી લો અને કટોરીનો ઉપયોગ કરીને નાના રોટલીનો શેપ આપો.

સ્ટેપ 6

હવે તૈયાર મસાલો ભરો અને કચોરીઓને ચુસ્તપણે બંધ કરો, કડાઈને 2 મિનિટ માટે ધીમા-મધ્યમ તાપ પર ગરમ કરો

સ્ટેપ 7

દરેક કડાઈના બોક્સમાં થોડું ઘી ઉમેરો, કચોરી મૂકો અને ઉપર થોડું ઘી લગાવો, 10 મિનિટ જેવું કુક કરો. પલટાવો, ફરીથી 5 -10 મિનિટ ઢાંકી દો, ક્રિસ્પી થઈ જાય બંને સાઈડ એટલે તમારી કચોરી તૈયાર છે.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

દિવાળી પર મહેમાનોનું આ પીણાંથી કરો હાર્દિક સ્વાગત