ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટી ઑક્સિડેન્ટ સહિત અન્ય પોષક તત્વોથી ભરપુર બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે, પરંતુ કેટલાક લોકો માટે બદામ ખાવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી તમના શરીર પર અવળી અસર થઈ શકે છે. તો ચાલો જાણીએ કેવા લોકોને બદામ ખાવાથી તકલીફ થઈ શકે છે?
જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી હોવ તો તમારે બદામ ખાવાનું ટાળવું જોઈએ. બ્લડ પ્રેશરની દવાઓ સાથે બદામ ખાવાથી સ્વાસ્થ્યને નુક્સાન થઈ શકે છે.
જે લોકોને કિડની તેમજ પિત્તાશયની કોથળીમાં પથરીની સમસ્યા હોય, તો તેમણે બદામ ખાવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી આ સમસ્યા વધી શકે છે. બદામમાં રહેલ ઓક્સલેટ પથરીની સમસ્યા વધારી શકે છે.
પાચન સાથે સંકળાયેલી સમસ્યા જેવી કે ગેસ, એસિડિટી હોય તો પણ બદામ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી સમસ્યા વધી શકે છે. બદામની તાસીર ગરમ હોય છે, જેનાથી તકલીફ વધી શકે છે.
મોટાપાથી પરેશાન લોકોએ પણ બદામ ખાવાથી દૂર રહેવું જોઈએ.બદામમાં રહેલ કેલરી તમારા વજનને વધારી શકે છે.
જે લોકોને માઈગ્રેનની સમસ્યા હોય, તેમણે બદામ ના ખાવી જોઈએ. બદામમાં રહેલ વિટામિન-Eનું પ્રમાણ વધારે હોય છે. જે માથામાં દુખાવો, થાક, ચક્કર આવવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે.
જો લોકોને શરદી-ખાંસી હોય તો તેમણે પણ બદામનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. જેનાથી સમસ્યા વધી શકે છે.
જે લોકોને નટ્સથી એલર્જી હોય, તેમણે પણ બદામ ખાવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી એલર્જીની સમસ્યા વકરી શકે છે.
આમ તો બદામ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. બદામ ખાવાથી બ્લડસુગર કંટ્રોલમાં રહેવા ઉપરાંત સ્કિન અને વાળને પણ ફાયદો થાય છે. જો કે એક વાતનું ધ્યાન રાખજો કે, બદામને પલાળીને મર્યાદિત પ્રમાણમાં ખાવી જોઈએ.