ઘણા લોકો રોટલી પર ઘી ચોપડીને સેવન કરતા હોય છે, ઘણા લોકો ઘી ને ચામાં મિક્સ કરીને પીતા હોય છે, પરંતુ કેટલાક લોકો માટે ઘીનું સેવન ફાયદાને બદલે નુકસાન પહોચાડે છે.
તમે ઘી ખાવાના ફાયદા વિશે જો જાણતા જ હશો, આજે અમે તમને ઘી ખાવાના ગેરફાયદા અને કોને ઘીનું સેવન ન કરવું જોઈએ તેના વિશે જણાવીશું.
ઘીમાં ઘણા જરૂરી પોષક તત્વો જેવા કે હેલ્ધી ફેટ, વિટામીન A, D, E અને K વગેરે તેમાં મળી આવે છે.
ક્રોનિક કિડની ડિસીઝના કિસ્સામાં પણ તમારે ઘીનું સેવન મર્યાદિત કરવું જોઈએ. વધુ પડતી ચરબીના કારણે તેની અસર કિડની પર થવા લાગે છે.
જો તમને કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યા છે તો તમારે ઘીનું સેવન ટાળવું જોઈએ. વધારે માત્રામાં ઘી ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે.
લીવર સંબંધિત કોઈ સમસ્યા હોય તો ઘીનું સેવન મર્યાદિત કરો. ઘીમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે તમારા લીવર પર દબાણ લાવી શકે છે.
જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો ઘીનું સેવન બિલકુલ ન કરો. કારણ કે તેમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે. જે તમારું વજન વધારી શકે છે.
પાચન સંબંધી સમસ્યાઓ હોય તો તમારે ઘીનું સેવન ઓછું કરવું જોઈએ. ઘીનું વધુ પડતું સેવન કરવાથી પેટનું ફૂલવું, ઉબકા અને અપચો જેવા લક્ષણો થઈ શકે છે.
સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.