શિયાળામાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. જેમાં પ્રોટીન, આયરન, ફાઈબર અને વિટામિન C મળી આવે છે. જે પાચન તંત્ર અને ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. જો કે કેટલીક કંડિશનમાં મૂળો ખાવાનું ટાળવું જોઈએ, તો ચાલો જાણીએ કોણે મૂળો ખાવાથી બચવું જોઈએ...
મૂળાનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં અનેક સમસ્યા થઈ શકે છે. આથી મૂળાનું સેવન મર્યાદિત પ્રમાણ જ કરવું હિતાવહ રહે છે.
મૂળામાં આયરનનું પ્રમાણ વધારે હોય છે. જો તમારા શરીરમાં પહેલાથી જ આયરનનું પ્રમાણ વધારે હોય, તો મૂળાનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જેનાથી ઉલટી, ઉબકા અને લિવરને ગંભીર નુકસાન થાય છે.
થાયરોઈડના દર્દીઓએ ભૂલથી પણ મૂળો ના ખાવો જોઈએ, કારણ કે તેનાથી થાયરૉઈડ ગ્રંથીમાં સમસ્યા થઈ શકે છે. જેના પરિણામે થાઈરોઈડ લેવલ વધી શકે છે.
મૂળો ખાવાથી યૂરિન વધારે આવે છે. જેનાથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે. જેના પરિણામે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.
જે લોકો ડાયાબિટીશની દવા લઈ રહ્યા હોય, તેમણે મૂળાનું વધારે પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. જે બ્લડ સુગરનું લેવલ ઘટાડી શકે છે અને હાઈપોગ્લાઈસીમિયાનું કારણ બની શકે છે.
વધારે મૂળો ખાવાથી પેટમાં ચૂંક, ચક્કર આવવા અને માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.આથી બને ત્યાં સુધી તેનું સેવન લિમિટમાં કરવું જોઈએ.
જો તમને કોઈ પણ પ્રકારની બીમારી કે એલર્જી હોય, તો તમારે મૂળાનું સેવન કરતા પહેલા તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.