Parenting Tips: બાળકોને આળસું બનાવે છે માતા-પિતાની આ 4 આદતો, આજથી જ સુધારો


By Sanket M Parekh02, Feb 2025 04:02 PMgujaratijagran.com

મોબાઈલ ફોન

હાલના દિવસોમાં બાળકો ખૂબ જ આળસું બની રહ્યા છે, જેનું સૌથી મોટું કારણ મોબાઈલ ફોન છે. આ ઉપરાંત માતા-પિતાની પણ કેટલીક ભૂલો જવાબદાર છે.

માતા-પિતાની મોટી ભૂલો

બાળકોને કુમળી વયે જ આળસું બનાવી દેવા, તેમના ભવિષ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ માતા-પિતાની કંઈ આદતો બાળકને આળસું બનાવે છે.

બાળકો પાસે કામ ના કરાવવું

આજકાલના માતા-પિતા બાળકો પાસે કોઈ કામ કરાવવામાં માનતા જ નથી. જેના કારણે બાળક આળસું બની જાય છે અને આગળ જતાં તેમને કોઈ કામ કરવું નથી ગમતું.

બાળકોને ફોન આપી દેવો

જ્યારે માતા-પિતા બાળકથી કંટાળી જાય, ત્યારે તેના હાથમાં મોબાઈલ ફોન પકડાવી દેતા હોય છે. આ ફોનની આદત ધીમે-ધીમે તમારા બાળકને આળસું બનાવી દે છે.

બાળકોને આળસું કરીને સંબોધવા

ઘણી વખત આપણે જોઈએ છીએ કે, માતા-પિતા પોતાના બાળકોને આળસું કહીને સંબોધે છે. જેના કારણે તેમના મગજ પર વિપરિત અસર પડે છે. જેના પરિણામે તેઓ પોતાની જાતને જ આળસું સમજવા માંડે છે.

નાની-નાની મુશ્કેલીઓમાં બચાવવા

આજકાલ માતા-પિતા પોતાના બાળકોને નાની-નાની સમસ્યાનો પણ સામનો કરવા નથી દેતા અને તેમને મુશ્કેલીઓથી દૂર રાખે છે. બાળકોને નાની-નાની મુશ્કેલીઓ તેમની જાતે જ નિવેડો લાવવાનું શીખવવું જરૂરી છે.

Vitamin B12 Deficiency: વિટામિન B12ની ઉણપથી પગમાં જોવા મળે છે આ લક્ષણો, સમયસર સમજવામાં જ શાણપણ