સનાતન ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે.
વૈદિક કેલેન્ડર મુજબ, આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 22 સપ્ટેમ્બરના રોજ સવારે 01:23 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, આ તિથિ 23 સપ્ટેમ્બરના રોજ સવારે 02:55 વાગ્યે સમાપ્ત થશે.
22 સપ્ટેમ્બર 2025- માતા શૈલપુત્રીની પૂજા
23 સપ્ટેમ્બર 2025- માતા બ્રહ્મચારિણીની પૂજા
24 સપ્ટેમ્બર 2025- માતા ચંદ્રઘંટાનું પૂજન
25 સપ્ટેમ્બર 2025- માતા ચંદ્રઘંટાનું પૂજન (આસો મહિનામાં ત્રીજ બે છે)
26 સપ્ટેમ્બર ૨૦૨૫- માતા કુષ્માંડાની પૂજા
27 સપ્ટેમ્બર ૨૦૨૫- માતા સ્કંદમાતાની પૂજા
28 સપ્ટેમ્બર 2025- માતા કાત્યાયનીની પૂજા
29 સપ્ટેમ્બર 2025- માતા કાલરાત્રીની પૂજા
30 સપ્ટેમ્બર 2025- માતા સિદ્ધિદાત્રીની પૂજા
01 ઓક્ટોબર ૨૦૨૫- માતા મહાગૌરીની પૂજા
ધર્મ સંબંધિત સ્ટોરી વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.