આ સફેદ વસ્તુને બાજરીની રોટલામાં મિક્સ કરીને ખાઓ, થશે બમણો ફાયદો


By Kisankumar Sureshkumar Prajapati26, Jan 2025 04:03 PMgujaratijagran.com

બાજરીના ફાયદા

સુપરફૂડ બાજરી એ ગુણોનો ભંડાર છે. બાજરીમાં પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ, વિટામીન અને ઝિંક સહિતના એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ગ્લુટેન ફ્રી છે.

બાજરીના રોટલા

ભારતીયો શિયાળામાં બાજરીના રોટલા ખૂબ જ ખાય છે. કારણ કે તે શરીરને ગરમ રાખવામાં ખૂબ જ અસરકારક છે. બાજરાના રોટલામાં કેટલીક વસ્તુઓ ઉમેરીને તેને વધુ હેલ્ધી બનાવી શકાય છે.

બાજરી અને તલ

બાજરાના લોટમાં તલ ભેળવીને બમણો ફાયદો મેળવી શકાય છે. જો તેમાં ગોળનો સમાવેશ કરવામાં આવે તો પણ તે અદ્ભુત લાભ આપે છે.

ફાઇબર

બાજરી પેટ માટે વરદાન છે, પરંતુ જો તેમાં તલ જેવા હેલ્ધી ફૂડનો સમાવેશ કરવામાં આવે તો તે વધુ ફાયબર આપે છે. આ રીતે બાજરી ખાવાથી પાચનતંત્ર સુધરે છે.

હાડકાં

બાજરી અને તલ એકસાથે ખાવાથી વધુ કેલ્શિયમ મળે છે. આ રીતે હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે. બંને વસ્તુઓમાંથી મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ મળે છે.

લોહીની ઉણપ દૂર થશે

જો કોઈ વ્યક્તિનું હિમોગ્લોબિન ઓછું હોય અથવા એનિમિયા હોય તો તેણે બાજરીમાંથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ. બાજરીના લોટમાં તલ અને ગોળ નાખીને શરીરને એનિમિયાથી દૂર રાખી શકાય છે.

એનર્જી

બાજરીના લોટમાં તલ ભેળવીને ખાવાથી શરીરને એનર્જી મળે છે. શિયાળામાં એક્ટિવ અને એનર્જેટિક રહેવા માંગતા હોવ તો બાજરી અને તલ ખાવાનું શરૂ કરો.

વિટામિન બી 12ની ઉણપથી થતા રોગો