શિયાળાની ઠંડીમાં સુસ્તી ભગાડીને તાત્કાલિક એનર્જી મેળવવા માટે આ હોટ બ્રોકોલી સૂપ એક ઉત્તમ વિકલ્પ છે.
8 થી 10 જેટલી બદામ, 1 કપ બ્રોકોલી, થોડો ગોળ, 1 કપ પાણી, 1 નાની ડુંગળી સમારેલી, 3-4 કળી લસણ, 1 ચમચી માખણ, 1 ચમચી કાળા મરી પાઉડર,મીઠું: સ્વાદ અનુસાર.
નોન-સ્ટીક પેનમાં માખણ ગરમ કરો. માખણ ઓગળી જાય પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો, 1 થી 2 મિનિટ માટે સાંતળી લો. ત્યારબાદ તેમાં ગોળ અને બ્રોકોલી ઉમેરો. હવે તેમાં 1 કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
પેનને ઢાંકણથી ઢાંકી દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહીને બધી સામગ્રી ઓગળી જાય ત્યાં સુધી અથવા બ્રોકોલી નરમ થઈ જાય ત્યાં સુધી કૂક કરો. પછી ગેસ બંધ કરી દો અને આ મિશ્રણને થોડું ઠંડું થવા દો.
ઠંડુ થયેલું આ મિશ્રણમાં 8-10 બદામ અને લસણની કળીઓ ઉમેરો. આ મિશ્રણને બ્લેન્ડરમાં નાખીને લિકવિડ પ્રવાહી અથવા સ્મૂથ પ્યુરી તૈયાર કરો.
તૈયાર થયેલી સ્મૂધ પ્યુરીને ફરીથી નોન-સ્ટીક પેનમાં પાછી સ્થાનાંતરિત કરો. તેમાં ફરીથી થોડું માખણ, મીઠું અને 1 ચમચી કાળા મરી પાઉડર ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને સૂપને 5 મિનિટ માટે ઉકાળો.
ગેસ બંધ કરો, તૈયાર થયેલો બ્રોકોલી સૂપ હૂંફાળો હોય ત્યારે પીરસો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.