Prevent Heart Attack: હાર્ટ એટેક ના આવે તેના માટે શું કરશો?


By Sanket M Parekh06, Apr 2025 04:12 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં હાર્ટને હેલ્ધી રાખવું અતિ આવશ્યક બની ગયું છે. જેનાથી હાર્ટ એટેકથી સરળતાથી બચી શકાય. ફેમિલી ફિઝિશિયન ઑફ ઈન્ડિયાના ડૉ. રમનકુમાર પાસેથી જાણીએ કે, હાર્ટને હેલ્ધી રાખવા અને હ્રદય રોગના હુમલાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ..

સિગારેટ પીવાનું બંધ કરો

હાર્ટ એટેકથી બચવા માટે સૌ પ્રથમ તમારે સ્મોકિંગ છોડી દેવું જોઈએ. ખાસ કરીને સિગારેટનું વ્યસન હાર્ટ માટે હાનિકારક હોય છે. જેનાથી સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.

હેલ્ધી ડાયટ

હેલ્ધી હાર્ટ માટે હેલ્ધી ડાયટ અપનાવવી જરૂરી છે. તમારી ડાયટમાં આખું અનાજ, નટ્સ અને પ્રોટીન સામેલ કરવું જોઈએ. જેનાથી હ્રદય મજબૂત બનવાની સાથે-સાથે સ્વસ્થ પણ રહે છે .

એક્સરસાઈઝ કરો

દરરોજ એક્સરસાઈઝ કરવાથી હ્રદયની માંસપેશીઓ મજબૂત બને છે. જેના પરિણામે બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. જે હાર્ટ એટેકના ખતરાને ટાળવામાં મદદ કરે છે.

કૉલેસ્ટ્રોલ કંટ્રોલ કરે

કૉલેસ્ટ્રોલનું હાઈ લેવલ હ્રદય રોગનું જોખમ વધારી શકે છે. આથી કૉલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી હાર્ટ એટેકનો ખતરો વધે નહીં.

બ્લડ સુગર કંટ્રોલમાં રાખો

વધેલું સુગર લેવલ પણ હ્રદય સબંધિત રોગનું એક મોટું કારણ બની શકે છે. આથી બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું આવશ્યક છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે.

વજન કંટ્રોલ કરો

વધુ પડતું વજન હાર્ટ એટેકનો ખતરો વધારે છે. આથી જ વજનને કંટ્રોલમાં રાખવું અને શરીરને સ્વસ્થ રાખવું હ્રદય માટે ફાયદેમંદ હોય છે.

બ્લડ પ્રેશર કંટ્રોલમાં જરૂરી

બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવું હેલ્ધી હાર્ટ માટે જરૂરી છે.હાઈ બ્લડપ્રેશર હ્રદય સબંધિત રોગ અને હાર્ટ એટેકના ખતરાને વધારી શકે છે.

મીઠું ખાવાનું ઓછું કરો

મીઠું બને તેટલું ઓછું ખાવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. જે હાર્ટ માટે ફાયદેમંદ નીવડી શકે છે.

નિયમિત ચેકઅપ

આ ઉપરાંત હાર્ટ એટેકથી બચવા માટે નિયમિત ચેકઅપ કરાવવું પણ જરૂરી છે. જેથી હ્રદય સબંધિત સમસ્યાઓનો સમયસર ખ્યાલ આવી શકે અને તેની સમયરહેતા સારવાર થઈ શકે.

Prevent Diabetes: ડાયાબિટીસથી કેવી રીતે બચી શકો છો?