ઉનાળાની ગરમીમાં લીંબુ પાણી પીવું કેમ જરૂરી? જાણો ફાયદા


By Dimpal Goyal18, Mar 2026 02:39 PMgujaratijagran.com

ઉનાળામાં લીંબુ પાણી કેમ જરૂરી?

ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક અને તાજગી આપવા માટે લીંબુ પાણી એક બેસ્ટ હેલ્ધી ડ્રિન્ક છે. તેમાં રહેલું વિટામિન C શરીરને એનર્જી આપે છે.

પાચન સુધારવા માટે બેસ્ટ ડ્રિન્ક

જો તમને પાચનની સમસ્યા છે તો લીંબુ પાણીમાં કાળું મીઠું ઉમેરીને પીવાથી ડાઈજેસ્ટન સુધરે છે અને ગેસ-એસિડિટીથી રાહત મળે છે.

સ્કિનને બનાવે ગ્લોવિંગ

દરરોજ લીંબુ પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળે છે, જેના કારણે સ્કિન હેલ્ધી અને ચમકદાર બને છે.

ગરમીમાં રાખે તાજગી

લીંબુમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ ભીષણ ગરમીમાં શરીરને ડિહાઈડ્રેશનથી બચાવે છે અને તાજગી જાળવી રાખે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

ખાલી પેટ લીંબુ પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

મોઢાની દુર્ગંધ દૂર કરે

સવારે લીંબુ પાણી પીવાથી મોઢાની દુર્ગંધ ધીમે ધીમે દૂર થાય છે અને મોઢું ફ્રેશ રહે છે.

ચા-કોફીનો હેલ્ધી વિકલ્પ

સવારે ઉઠીને ચા-કોફીના બદલે હૂંફાળું લીંબુ પાણી પીવું વધુ ફાયદાકારક છે, કારણ કે તે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.

મહત્વપૂર્ણ સૂચના

ડાઈટમાં કોઈપણ બદલાવ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે, તેથી યોગ્ય માર્ગદર્શન જરૂરી છે.

વાંચતા રહો

અવનવી હેલ્થની માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દરરોજ 1 લીંબુ ખાવાથી આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓ રહે છે દૂર