કોકિલાબેન ધીરુભાઈ અંબાણીના જીવન વિશેની રસપ્રદ માહિતી


By Kajal Chauhan22, Aug 2025 05:12 PMgujaratijagran.com

મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણી હાલ તબિયત બગડતાં એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ છે. અંબાણી પરિવારે હજુ સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ચાલો જાણીએ તેમના જીવન વિશે રસપ્રદ માહિતી

સાચુ નામ

કોકિલાબેનનું સાચુ નામ કોકિલાબેન પટેલ છે, જ્યારે તેમનું પૂરું નામ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી છે. બાળપણમાં પરિવારના સભ્યો તેમને પ્રેમથી કોકિલા કે માતાજી કહીને બોલાવતા હતા.

જન્મ

તેમનો જન્મ 24 ફેબ્રુઆરી 1934ના રોજ જામનગરમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા એક ટેલિગ્રાફ કાર્યાલયના કર્મચારી હતા અને માતા ગૃહિણી હતા.

અભ્યાસ

છોકરીઓ માટે શિક્ષણના ઓછા અવસરોને કારણે કોકિલાબેન તે સમયે 10 ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા.

લગ્ન

ધીરુભાઈ અંબાણી સાથે તેમના લગ્ન વર્ષ 1955માં થયા હતા. તે સમયે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરી ન હતી.

સંતાનો

કોકિલાબેન અને ધીરુભાઈ અંબાણીને ચાર સંતાનો છે - મુકેશ, અનિલ, નીના અને દીપ્તિ.

અંગ્રેજી શીખ્યા

ગુજરાતી પરિવારમાંથી હોવા અને ગુજરાતી સ્કૂલમાં શિક્ષણ મેળવવાને કારણે, તેઓ પહેલા માત્ર ગુજરાતી ભાષા જ બોલતા હતા. જોકે, મુંબઈ આવ્યા બાદ તેમણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું હતું અને તેમના બાળકોના શિક્ષક પાસેથી જ તેઓ પણ અંગ્રેજી શીખતા હતા.

ધીરુભાઈનો સહયોગ

ધીરુભાઈ માત્ર કોકિલાબેનને 5 સ્ટાર હોટલમાં જ નહોતા લઈ જતા, પરંતુ તેમને ચીન, જાપાન, મેક્સિકો, ઇટાલી જેવા દેશોના વિવિધ ભોજનોનો પણ સ્વાદ કરાવતા હતા. તેઓ આ બધું કોકિલાબેનની જાણકારી વધારવા માટે કરતા હતા.

પૈતૃક ઘર

અંબાણી પરિવારનું સો વર્ષ જૂનું ઘર ગુજરાતના ચોરવાડ ગામમાં આવેલું છે, જેને હવે 'ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ' તરીકે ઓળખવામાં આવે છે.

આ ફેસ્ટિવલ સિઝનમાં હાથમાં રચાવો આ સુંદર મહેંદીની ડિઝાઈન