આંબલીનો ખાટો-મીઠો સ્વાદ દરેકને ભાવતો હોય છે. તેનો ઉપયોગ વિવિધ રેસીપીમાં સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ આંબલી માત્ર સ્વાદ માટે જ નહીં, પણ સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે અત્યંત ફાયદાકારક છે.
આંબલીમાં વિટામિન B, વિટામિન C અને વિટામિન એ ભરપૂર માત્રામાં મળે છે. તેમાં એન્ટિમાઇક્રોબાયલ, પોલિફેનોલ્સ, એન્ટીઓક્સીડેન્ટ, અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો પણ હોય છે.
આંબલીમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં મદદરૂપ છે. નિયમિત પ્રમાણમાં આંબલી ખાવાથી શરીરમાં સોજા સામે રક્ષણ મળે છે.
આંબલીનો ઉપયોગ ઘણી સ્કિન કેર પ્રોડક્ટ માં થાય છે કારણ કે તે ત્વચામાં નમી જાળવી રાખે છે, અને ચહેરાને કુદરતી ચમક આપે છે.
આંબલીમાં રહેલ એન્ટીઓક્સીડેંટ તણાવને ઓછો કરે છે અને શરીરમાં મુક્ત કણો સામે લડીને કોષોને સુરક્ષિત રાખે છે.
આંબલીના એન્ટિમાઇક્રોબાયલ ગુણ શરીરને કીટાણુ અને વાયરસના પ્રભાવથી બચાવવામાં મદદ કરે છે, જેથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
આંબલી એક કુદરતી રેચક છે. તે પાચનતંત્રને દુરસ્ત રાખે છે અને કબજિયાત જેવી તકલીફથી રાહત આપે છે.
આંબલીમાં રહેલા પોટેશિયમ રક્તચાપને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે અને હૃદય સ્વાસ્થ્યને જાળવી રાખે છે.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.