બાળકોને ભાવતું ખીચું બનાવવાની રેસિપી


By Jivan Kapuriya13, Oct 2025 12:23 PMgujaratijagran.com

ખીચું રેસિપી

સામગ્રી

ચોખાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, જીરું, અજમો, હિંગ, સફેદ તલ, મીઠું, લસણની પેસ્ટ, પાઉંભાજી મસાલો, તેલ,લાલ મરચું પાઉડર, કોથમરી, આચાર મસાલો.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કડાઈમાં ત્રણ કપ પાણી ગરમ કરીને તેમાં જીરું,અજમાને હાથથી મસળીને નાખો સાથે આદુ-મરચાંની પેસ્ટ,મીઠું,સફેદ તલ નાંખી મિક્સ કરોને ઢાંકીને બે ત્રણ મિનિટ સાંતળો.

સ્ટેપ-2

હવે તેમાં થોડો થોડો ચોખાનો લોટ નાખીને મિક્સ કરી ઢાંકીને 5-7 મિનિટ સુધી ધીમા ગેસ પર પકાવો.

સ્ટેપ-3

હવે એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં લસણના ટુકડા,પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરીને વઘાર તૈયાર કરીને ખીચુંની પર રેડો.

સ્ટેપ-4

હવે તેને 5-7 મિનિટ પકાવીને ઉપર તેલ,તલ,કોથમરી,લાલ મરચું પાઉડર કે આચાર મસાલો છાંટીને ગાર્નિશ કરો

સર્વ કરો

તૈયાર છે ચોખાના લોટનું ખીચું તમે ગરમા-ગરમ કે ઠંડુ થયા પછી સર્વ કરો. રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દિવાળી પર બનાવો કલાકંદ, નોંધી લો રેસિપી